ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમે જાણો છો શ્યામ બેનેગલને કેમ કહેવાય છે આર્ટ સિનેમાના પિતા?

શ્યામ બેનેગલને શા માટે કહેવાય છે આર્ટ સિનેમાના પિતાતેમની ફિલ્મોએ લોકોના દિલમાં બનાવ્યું ખાસ સ્થાનશ્યામ બેનેગલની(Shyam Benegal's) ગણતરી એવા દિગ્દર્શકોમાં થાય છે જેમણે પોતાની ફિલ્મોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હોય, તે દર વર્ષે 14મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવે છે. શ્યામ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક ગુરુદત્તના ભત્રીજા  છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથà«
05:25 AM Dec 14, 2022 IST | Vipul Pandya
શ્યામ બેનેગલને શા માટે કહેવાય છે આર્ટ સિનેમાના પિતાતેમની ફિલ્મોએ લોકોના દિલમાં બનાવ્યું ખાસ સ્થાનશ્યામ બેનેગલની(Shyam Benegal's) ગણતરી એવા દિગ્દર્શકોમાં થાય છે જેમણે પોતાની ફિલ્મોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હોય, તે દર વર્ષે 14મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવે છે. શ્યામ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક ગુરુદત્તના ભત્રીજા  છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથà«
  • શ્યામ બેનેગલને શા માટે કહેવાય છે આર્ટ સિનેમાના પિતા
  • તેમની ફિલ્મોએ લોકોના દિલમાં બનાવ્યું ખાસ સ્થાન

શ્યામ બેનેગલની(Shyam Benegal's) ગણતરી એવા દિગ્દર્શકોમાં થાય છે જેમણે પોતાની ફિલ્મોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હોય, તે દર વર્ષે 14મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવે છે. શ્યામ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક ગુરુદત્તના ભત્રીજા  છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.
શ્યામ સુંદર બેનેગલનો જન્મ વર્ષ 1934માં હૈદરાબાદમાં થયો હતો. ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા, તેમણે અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું અને પછી ફોટોગ્રાફી શરૂ કરી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળતા પહેલા તેમણે ઘણી એડ એજન્સીઓ માટે જાહેરાતો પણ કરી. તેમને આર્ટ સિનેમાના પિતા પણ માનવામાં આવે છે. શ્યામે 'અંકુર' ફિલ્મથી નિર્દેશક તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે મંથન, કલયુગ, નિશાંત, આરોહન અને જુનૂન જેવી ઘણી યાદગાર ફિલ્મો કરી.
શ્યામના વ્યક્તિત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની ફિલ્મો પાંચ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ, શબાના આઝમી, સ્મિતા પાટિલ જેવા સ્ટાર્સને શ્યામ બેનેગલની શોધ માનવામાં આવે છે. શ્યામ ફિલ્મો ઉપરાંત જવાહરલાલ નેહરુ અને સત્યજીત રે પર ડોક્યુમેન્ટ્રી પણ બનાવી ચૂક્યા છે. આ સિવાય તેમણે દૂરદર્શન માટે યાત્રા, કથા સાગર, ભારત એક શોધ જેવી સિરિયલો પણ ડિરેક્ટ કરી છે.
શ્યામની ગણતરી એવા નિર્દેશકોમાં થાય છે, જેમના રાજકારણીઓએ પણ વખાણ કર્યા હતા. ઈન્દિરા ગાંધીએ એકવાર તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમની ફિલ્મો માનવતાને તેના મૂળ સ્વરૂપમાં શોધે છે. સત્યજિત રેના મૃત્યુ પછી, શ્યામે તેમનો વારસો સંભાળ્યો અને તેમને સમકાલીન સંદર્ભ આપ્યો. કલાના ક્ષેત્રમાં તેમના અનુપમ યોગદાન માટે તેમને વર્ષ 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં પણ આવ્યા. વળી, વર્ષ 2007 માં, તેમને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : એકવાર ફરી ચર્ચામાં આવી ઉર્ફી, એરપોર્ટ પર સ્ટાફે સરખા કરવા પડ્યા કપડા, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BollywoodcinemaFatherofArtCinemaGujaratFirstShyamBenegal
Next Article