તમે ચોકલેટ ખાવાના શોખીન છો? તો જરૂર જાણો ચોકલેટ ખાવાના આ ફાયદા વિશે!
ચોકલેટ આખરે કોને પસંદ નથી આવતી? નાના બાળકો જ નહીં પણ મોટા માણસોને પણ ચોકલેટ ખુબ પસંદ આવતી હોય છે. ચોકલેટમાત્ર ટેસ્ટમાં ભાવતી હોય છે તેવું નથી તેના અનેક ફાયદાઓ પણ છે. જો તમારો મુડ ખરાબ હોય તો ચોકલેટ ખાવાથી ત્વરિત તેમાં સુધારો પણ આવી જાય છે.
કેટલાક લોકો શરીરને સીમેટ્રીકલ રાખવા માટે લો કેલેરી ફુડ પસંદ કરતા હોય છે અને તેના કારણે તેઓ ચોકલેટ્સ પસંદ હોવા છતાં ખાવાનું ટાળે છે. પણ આ વાંચ્યા પછી તમે પણ કહેશો કે ચોકલેટ માત્ર ટેસ્ટ જ નથી આપતી તેના કારણે અનેક બિમારીઓને પણ દૂર રાખી શકાય છે. તો ચાલો જાણીએ ચોકલેટ ખાવાના 5 અદ્ભુત ફાયદા !
વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ
મોટાભાગના લોકો ફિટનેસ વિશે વિચારતા જ ચોકલેટ ખાવાનું બંધ કરી દે છે. પણ ડાર્ક ચોકલેટ તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરશે. નિષ્ણાતો માને છે કે ચોકલેટ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો દરરોજ તમારા આહારમાં ડાર્ક ચોકલેટનો ટુકડો ઉમેરો.
હૃદયને લગતી મુશ્કેલીઓને દૂર કરે છે
દરરોજ ચોકલેટનો એક નાનો ટુકડો હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, એવું જાણવા મળ્યું છે કે શુદ્ધ ડાર્ક ચોકલેટનું મધ્યમ માત્રામાં સેવન કરવાથી હૃદય રોગ થવાના જોખમને ત્રીજા ભાગ સુધી ઘટાડવામાં મદદ મળી શકે છે.
તણાવ દૂર કરવામાં કારગત
ચોકલેટ મૂડ લિફ્ટર છે, તે તણાવ, ચિંતા ઘટાડે છે અને આ હકીકતને સમગ્ર વિશ્વના નિષ્ણાતો દ્વારા સમર્થન મળે છે. ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો મગજમાં ડોપામાઈન તરીકે ઓળખાતો હેપી હોર્મોન છોડે છે, જે મૂડ સુધારવામાં મદદ કરે છે. તેથી જ્યારે આપ લો ફીલ કરતા હોવ તો એક ચોકલેટનો ટુકડો અવશ્ય ખાવ અને જુઓ તમારા મુડમાં કેવો ત્વરિત ફેર આવે છે.
કેન્સરની શક્યતા અટકાવે છે
જો તમે દરરોજ ચોકલેટનો ટુકડો ખાઓ છો, તો તે કેન્સરને દૂર રાખવામાં મદદ કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે ચોકલેટના મુખ્ય ઘટક કોકોમાં પેન્ટેમેરિક પ્રોસાયનાઇડિન અથવા પેન્ટામેર નામનું સંયોજન હોય છે, જે કેન્સરના કોષોને ફેલાવવાની ક્ષમતા ઘટાડે છે.
યાદશક્તિમાં થાય છે વધારો
ચોકલેટનો એક નાનો ટુકડો દરરોજ ખાવાથી મગજના સ્વાસ્થ્યને સુધારો આવી શકે છે અને તે આદતથી યાદશક્તિમાં સુધારો થઇ શકેછે. યુનિવર્સિટી ઓફ નોટિંગહામના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોકો પીવાથી અથવા કોકોથી ભરપૂર ચોકલેટનું સેવન કરવાથી મગજમાં લોહીનો પ્રવાહ સુધરી શકે છે. આ કોકોમાં ફ્લેવેનોલ્સની હાજરીને કારણે છે જે મગજના મુખ્ય ભાગોમાં 2 થી 3 કલાક સુધીરક્ત પ્રવાહને વધારે છે.


