Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોના સમયમાં ચણા-મમરાની જેમ લખી અપાતી ડોલો પાછળ ડૉક્ટરોને કરોડોની 'ગિફ્ટ'ની લાલચ

બજારમાં તાવ ઘટાડવાની દવા ડોલો-650ના વેચાણ માટે તેના ઉત્પાદક દ્વારા અપનાવવામાં આવેલી તરકીબો હવે સામે આવી છે. કંપની વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સામાન્ય રીતે તાવની સારવારમાં વપરાતી દવા ડોલો-650 દરેક ઘરમાં ઉપલબ્ધ છે. આ દવાના ઉત્પાદક, માઇક્રો લેબ્સ,ઈન્કમટેક્સ વિભાગે તેના પર તવાઇ કરી છે.1.20 કરોડની અઘોષિત રોકડ અને રૂ. 1.40 કરોડની જ્વેલરી જપ્તમીડિયા અહેવાલ મુજબ, 6 જુલાઈના રોજ, આવકવેરા વિભ
કોરોના સમયમાં ચણા મમરાની જેમ લખી અપાતી ડોલો પાછળ ડૉક્ટરોને કરોડોની  ગિફ્ટ ની લાલચ
Advertisement
બજારમાં તાવ ઘટાડવાની દવા ડોલો-650ના વેચાણ માટે તેના ઉત્પાદક દ્વારા અપનાવવામાં આવેલી તરકીબો હવે સામે આવી છે. કંપની વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સામાન્ય રીતે તાવની સારવારમાં વપરાતી દવા ડોલો-650 દરેક ઘરમાં ઉપલબ્ધ છે. આ દવાના ઉત્પાદક, માઇક્રો લેબ્સ,ઈન્કમટેક્સ વિભાગે તેના પર તવાઇ કરી છે.

1.20 કરોડની અઘોષિત રોકડ અને રૂ. 1.40 કરોડની જ્વેલરી જપ્ત
મીડિયા અહેવાલ મુજબ, 6 જુલાઈના રોજ, આવકવેરા વિભાગની ટીમ, માઇક્રો લેબ્સ લિમિટેડ કંપનીના નવ રાજ્યોમાં  36 સ્થળો પર દરોડા પાડ્યાં હતાં.  CBDTએ માહિતી આપી કે કાર્યવાહી બાદ, વિભાગે રૂ. 1.20 કરોડની અઘોષિત રોકડ અને રૂ. 1.40 કરોડની જ્વેલરી જપ્ત કરી હતી. જ્યારે કંપનીને ઈ-મેલ દ્વારા આ અંગે પૂછવામાં આવ્યું તો આ અંગે કોઈ જવાબ મળ્યો ન હતો. CBDT મુજબ, કંપની રૂ. 1,000 કરોડની મફત  ગિફ્ટનું વિતરણ કરશે. આવકવેરાના દરોડા દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની તપાસમાં પણ તે બહાર આવી હતી. તે મુજબ આ દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપનીએ તેની પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે ખોટી  ટેક્નિક્સ અપનાવી હતી. જ્યારે કંપનીને ઈ-મેલ દ્વારા આ અંગે પૂછવામાં આવ્યું તો તેને કોઈ જવાબ મળ્યો ન હતો. CBDT મુજબ, કંપની રૂ. 1,000 કરોડના મૂલ્યની મફત ગિફ્ટનું  ડૉક્ટરોમાં વિતરણ કરવાની હતી. 
કોરોના સમયગાળા દરમિયાન આ દવાનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું
આ દવાની કિંમત ભલે ઓછી હોય, પરંતુ કંપનીએ તેને વેચવા માટે જે ગેમ બનાવી, તેની આજે ભારે ચર્ચા થઈ રહી છે. કોરોના મહામારી દરમિયાન આ દવાના વેચાણમાં એવી તો તેજી આવી હતી કે તે બજારમાંથી ગાયબ થઈ ગઈ હતી.  લોકો કોરોનાથી બચવા ચણા- મમરાની જેમ આ દવા લઇ રહ્યાં હતા. લગભગ દરેક ઘરમાં આ દવા પહોંચી હતી. 2020માં, કોવિડ-19ના કેસો સામે આવ્યા બાદ 350 કરોડ ટેબ્લેટનું વેચાણ થયું હતું અને કંપનીએ એક વર્ષમાં લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
 
ડૉક્ટરોએ જણાવ્યું કે આ દવા સારવારમાં વધુ અસરકારક છે
જો કે, CBDT નિવેદનમાં જૂથની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલમાં સૂત્રોના હવાલાથી પુષ્ટિ કરવામાં આવી છે કે આ દવા બનાવતી માઇક્રો લેબ્સ લિ.માં તપાસ દરમિયાન અનેક નાણાકીય ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. ડોલો-65, કોરોનાના સમયગાળા દરમિયાન ડોકટરોએ આ એનલજેસિક (પીડા નિવારક) અને એન્ટિપાયરેટિક (તાવ ઘટાડવાની) દવા ડોલો-650ને કોરોનાની સારવારમાં સૌથી અસરકારક ગણાવી હતી. જે માટે તેમને પણ પ્રલોભન પણ આપવામાં આવ્યાં હતાં. 
 
Tags :
Advertisement

.

×