ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડબલ ડેકર બસને ટ્રકે મારી ટક્કર, 4ના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી ખતરનાક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.  પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આ ઘટના બારાબંકીના રામગનર વિસ્તારની છે. અહીં શનિવાર સવારે એક સ્પિડમાં આવી રહેલા ટ્રકે રોડના કિનારે ઊભેલી બસને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ચુક્યા છે અને અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. અધિક પોલીસ અધિકારી પ
10:17 AM Sep 03, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી ખતરનાક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.  પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આ ઘટના બારાબંકીના રામગનર વિસ્તારની છે. અહીં શનિવાર સવારે એક સ્પિડમાં આવી રહેલા ટ્રકે રોડના કિનારે ઊભેલી બસને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ચુક્યા છે અને અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. અધિક પોલીસ અધિકારી પ
ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી ખતરનાક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.  પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આ ઘટના બારાબંકીના રામગનર વિસ્તારની છે. અહીં શનિવાર સવારે એક સ્પિડમાં આવી રહેલા ટ્રકે રોડના કિનારે ઊભેલી બસને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ચુક્યા છે અને અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 
અધિક પોલીસ અધિકારી પૂર્ણેન્દુ સિંહે જણાવ્યું છે કે, નેપાળથી ગોવા જઈ રહેલી શ્રમિકોથી ભરેલી એક ડબલ ડેકર બસનું ટાયર રામનગર વિસ્તારમાં પંચર થતાં રસ્તાની કિનારે બસ ઊભી રાખી હતી. આ દરમિયાન પાછળથી આવેલા એક ટ્રકે ટક્કર મારી, દુર્ઘટના સમયે મોટા ભાગના યાત્રીઓ બસમાં સુઈ રહ્યા હતા. 

તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં 10થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન ચાર લોકોના મોત થયા છે. ઘાયલોમાંથી બેને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા છે અને બાકીના આઠને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. આ બસમાં 60 લોકો બેઠેલા હતા. 
Tags :
4killedDoubledeckerbusGujaratFirsthitbytruck
Next Article