નજીવી વાત પર ભડક્યો ચાલક! સ્કોર્પિયો સવારે બાઇકચાલકને ટક્કર મારી
દિલ્હીના અરજણગઢ મેટ્રો સ્ટેશન પાસે રવિવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. અહીં બાઈકર્સ ગ્રુપ સાથે ઉગ્ર બોલાચાલી બાદ એક ગાડી ડ્રાઇવરે પોતાનાથી સ્પીડમાં આવતી સ્કોર્પિયો કારથી બાઇકચાલકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક સવાર રોડ પર ઢસડાયો હતો. જોકે, સદ્નસીબે આટલી ભયાનક ટક્કર બાદ પણ બાઇકચાલકનો જીવ બચી ગયો હતો. પીડિત બાઇક ચાલકનું નામ શ્રેયાંશ છે. જેની ઉંમર 20 વર્ષ છે. શ્રેયાંશ તેનàª
02:32 PM Jun 06, 2022 IST
|
Vipul Pandya
દિલ્હીના અરજણગઢ મેટ્રો સ્ટેશન પાસે રવિવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. અહીં બાઈકર્સ ગ્રુપ સાથે ઉગ્ર બોલાચાલી બાદ એક ગાડી ડ્રાઇવરે પોતાનાથી સ્પીડમાં આવતી સ્કોર્પિયો કારથી બાઇકચાલકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક સવાર રોડ પર ઢસડાયો હતો. જોકે, સદ્નસીબે આટલી ભયાનક ટક્કર બાદ પણ બાઇકચાલકનો જીવ બચી ગયો હતો. પીડિત બાઇક ચાલકનું નામ શ્રેયાંશ છે. જેની ઉંમર 20 વર્ષ છે. શ્રેયાંશ તેના કેટલાક મિત્રો સાથે બાઇક પર દિલ્હી પરત ફરી રહ્યો હતો. રસ્તામાં તેને એક સ્કોર્પિયો ચાલક સાથે ઝઘડો થયો હતો. દલીલબાજી બાદ સ્કોર્પિયોના ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. ઘાયલ યુવકના મિત્રએ બનાવેલ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈજાગ્રસ્ત બાઈકર યુવકના મિત્ર દ્વારા બનાવેલ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
સમગ્ર મામલે પોલીસે ઘટનાની તપાસ કરી
વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર DL-12CR-1293માં સવાર એક યુવક રસ્તા પર ચાલતા બાઈકર્સ સાથે ઝધડી રહ્યો છે અને ધમકાવી રહ્યો છે. આ પછી કેટલાક બાઈકર્સ તેમની સ્પીડ ઓછી કરીને પાછળ રહી જાય છે, જ્યારે એક બાઇક ગાડીને ઓવરટેક કરે છે. આ જોઈને સ્કોર્પિયો કાર સવાર પણ તેની સ્પીડ વધારી દે છે અને બાઇક સવારને ટક્કર માર્યા બાદ તે ઘટના સ્થળ પરથી નાસી જાય છે. આ બાઈક ચાલકે જણાવ્યું કે હું મારા 8-10 મિત્રો સાથે ગુરુગ્રામથી દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે સ્કોર્પિયો કાર સવાર અમારી પાસે આવ્યો અને પૂપપાટ ઝડપે ગાડી ચલાવવા લાગ્યો. તેણે મારા મિત્રને ધમકી આપી અને માર પણ માર્યો. તેથી મારા મિત્રોએ સ્પીડ થોડી ધીમી પડી, પણ હું આગળ નીકળી ગયો. તેથી ગાડી ડ્રાઇવર પણ ઝડપથી આવ્યો અને મારી બાઇકને ટક્કર મારીને ભાગી ગયો.
કાર આરોપીની માતાના નામે રજીસ્ટર્ડ
પીડિત બાઈકરે આ ઘટના અંગે ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે હિટ એન્ડ રન કેસમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે સ્કોર્પિયો કારના માલિકની પણ ઓળખ થઈ ગઈ છે. આરોપી ડ્રાઈવર દિલ્હીના નેબ સરાયનો રહેવાસી છે. સ્કોર્પિયો કાર આરોપી ડ્રાઈવરની માતાના નામે નોંધાયેલી છે. પોલીસે જણાવ્યું કે આરોપી છોકરાના માતા-પિતા બંને વૃદ્ધ છે અને બીમાર રહે છે. હાલ આ છોકરો તેની કાર લઈને ફરાર છે, જેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
Next Article