સુરતમાં નશાના કારોબારનો પર્દાફાશ! પુણા વિસ્તારમાં ધમધમતી ડ્રગ્સની લેબોરેટરી પર SOGના દરોડા, 3ની ધરપકડ
- સુરત SOGએ MD ડ્રગ્સ બનાવાની લેબોરેટરી ઝડપી
- પુણા વિસ્તારમાંથી ઝડપાઇ ડ્રગ્સ બનાવતી લેબોરેટરી
- ત્રણ યુવાન બનાવતા હતા લેબમાં ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ
- શહેરમાં MD ડ્રગ્સ બનાવી વેચાણ કરતા હતા
- SOGએ બાતમીના આધારે છાપો મારી લેબોરેટરી ઝડપી
- પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી
સુરત શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સ્ટેટ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી સફળતા મેળવતા પુણા વિસ્તારમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ગુપ્ત લેબોરેટરી ઝડપી પાડી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે જ્યારે આ સ્થળે દરોડા પાડ્યા ત્યારે અત્યંત આધુનિક પદ્ધતિથી 'ક્રિસ્ટલ બેઝ' MD ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.
શહેરમાં MD ડ્રગ્સ બનાવી વેચાણ કરતા હતા
આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા 3 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ લેબમાં જાતે જ કેમિકલ પ્રોસેસ દ્વારા ડ્રગ્સ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વેચાણ કરતા હતા. પોલીસે લેબમાંથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતા સાધનો, કાચો માલ અને તૈયાર જથ્થો સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.
આ પણ વાંચો : 'ગોગો' પેપરને લઈને Gujarat police એક્શનમાં, સુરત, પાટણ અને મહેસાણામાં SOG ના દરોડા


