દૂધસાગર પાણીનો ધોધ, જાણે સ્વર્ગ પૃથ્વીને મળે છે ! જુઓ વિડીયો
દૂધનો ધોધ, દૂધનો સમુદ્ર, દૂધનો દરિયો... ગોવાનો દૂધસાગર ધોધ આવા અનેક નામોથી પ્રખ્યાત છે. આ સુંદર મનમોહક ધોધથી ભાગ્યે જ કોઈ હશે, જે પ્રભાવિત ન થઈ શકે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કિશન રેડ્ડીએ દૂધ સાગર ધોધનો આવો એક વિડીયો શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા કૂ એપ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ શેર કરેલા આ મનમોહક વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્ય
06:56 AM Jul 16, 2022 IST
|
Vipul Pandya
દૂધનો ધોધ, દૂધનો સમુદ્ર, દૂધનો દરિયો... ગોવાનો દૂધસાગર ધોધ આવા અનેક નામોથી પ્રખ્યાત છે. આ સુંદર મનમોહક ધોધથી ભાગ્યે જ કોઈ હશે, જે પ્રભાવિત ન થઈ શકે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કિશન રેડ્ડીએ દૂધ સાગર ધોધનો આવો એક વિડીયો શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા કૂ એપ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ શેર કરેલા આ મનમોહક વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો તેને સૌથી સુંદર જગ્યા કહી રહ્યા છે તો ઘણા લોકો તેને અવિશ્વસનીય પણ કહી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ પોતાના શબ્દોમાં તેના વખાણ કર્યા છે.
દૂધસાગર વોટરફોલનો આ વીડિયો શેર કરતા કિશન રેડ્ડીએ લખ્યું, 'સ્વર્ગ પૃથ્વીને મળે છે. ગોવા અને બેલગામ વચ્ચેના રેલ માર્ગ પર આવેલું, તે દેશના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. જો તમે પ્રકૃતિની અજાયબીઓથી પ્રભાવિત થવા માંગતા હો, તો અવિસ્મરણીય યાદો માટે આ સ્થળની મુલાકાત અવશ્ય લો.
દૂધસાગર ધોધ ગોવા અને કર્ણાટકની સરહદ પર આવેલો છે. દૂધસાગર ધોધ એ ભારતના સૌથી ઊંચા ધોધમાંનો એક છે. તેની ઉંચાઈ હજાર ફૂટ (310 મીટર)થી વધુ છે. આ ધોધ ગોવાની રાજધાની પણજીથી 60 કિલોમીટરના અંતરે, મારગાઓ શહેરથી 46 કિલોમીટર અને કર્ણાટકના બેલગામ શહેરથી 80 કિલોમીટરના અંતરે સ્થિત છે.
જો તમે દૂધસાગર ધોધ પહોંચવા માંગો છો, તો તમે રોડ અને રેલ માર્ગે જઈ શકો છો. તમે ગોવાથી પ્રાયવેટ કાર દ્વારા જઈ શકો છો. બસો પણ ગોવાથી દૂધસાગર જાય છે. જો તમારે ટ્રેનમાં જવું હોય તો કેસલ રોક રેલ્વે સ્ટેશન ખૂબ નજીક છે.
Koo AppHeaven Meets Earth! Dudhsagar Falls, Goa Located on the rail route between Goa & Belgaum in Karnataka, it is one of the most beautiful scenic spots in the country. If you want to be smitten by nature’s own miracle, visit the place for unforgettable memories! Goa Tourism Department- Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 14 July 2022
Next Article