ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફિલ્મ ફ્લોપ થવાના કારણે ટ્વિંકલ ખન્નાને અક્ષયકુમાર સાથે કરવા પડ્યા લગ્ન

બોલિવુડની (Bollywood) નેવુંના દાયકાની જાણીતી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ( Twinkle Khanna) આજે 29 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 1974માં જન્મેલી ટ્વિંકલ ખન્ના આ વખતે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીના પિતા રાજેશ ખન્ના અને માતા ડિમ્પલ કાપડિયા બંને હિન્દી સિનેમાના જાણીતા નામ છે. અક્ષય સાથે લગ્ન કર્યા પછી, ટ્વિંકલે તેના અભિનય કારકિર્દીને હંમેશા માટે અલવિદા કહી દીધું. જોકે અભિનેત્રી એક લેàª
04:40 AM Dec 29, 2022 IST | Vipul Pandya
બોલિવુડની (Bollywood) નેવુંના દાયકાની જાણીતી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ( Twinkle Khanna) આજે 29 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 1974માં જન્મેલી ટ્વિંકલ ખન્ના આ વખતે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીના પિતા રાજેશ ખન્ના અને માતા ડિમ્પલ કાપડિયા બંને હિન્દી સિનેમાના જાણીતા નામ છે. અક્ષય સાથે લગ્ન કર્યા પછી, ટ્વિંકલે તેના અભિનય કારકિર્દીને હંમેશા માટે અલવિદા કહી દીધું. જોકે અભિનેત્રી એક લેàª
બોલિવુડની (Bollywood) નેવુંના દાયકાની જાણીતી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ( Twinkle Khanna) આજે 29 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 1974માં જન્મેલી ટ્વિંકલ ખન્ના આ વખતે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીના પિતા રાજેશ ખન્ના અને માતા ડિમ્પલ કાપડિયા બંને હિન્દી સિનેમાના જાણીતા નામ છે. અક્ષય સાથે લગ્ન કર્યા પછી, ટ્વિંકલે તેના અભિનય કારકિર્દીને હંમેશા માટે અલવિદા કહી દીધું. જોકે અભિનેત્રી એક લેખક અને ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે સક્રિય છે. ટ્વિંકલ ખન્ના તેના કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને હેડલાઈન્સમાં રહે છે. તો ચાલો જાણીએ, ટ્વિંકલ અને અક્ષયની રસપ્રદ લવ સ્ટોરી.કેમ માતા ડિમ્પલ કાપડિયાએ અક્ષયને તેની પુત્રી સાથે લિવ-ઈનમાં રહેવાની શરત મૂકી હતી.
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એવા કપલમાંથી એક છે, જેમના લગ્ન એક ઉદાહરણ છે અને તેમની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ વર્ષ 2001માં લગ્ન કર્યા હતા. જો કે આ પહેલા અક્ષય કુમાર એક વર્ષ સુધી ટ્વિંકલ ખન્ના સાથે લિવ-ઈનમાં રહ્યો હતો અને તે પણ માતા ડિમ્પલ કાપડિયાના કહેવાના કારણે.

આ રીતે ટ્વિંકલ અને અક્ષય પહેલીવાર મળ્યા હતા
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. કહેવાય છે કે તે સમયે અભિનેત્રી હાર્ટબ્રેકના દર્દમાંથી પસાર થઈ રહી હતી અને આવી સ્થિતિમાં અક્ષયે તેનો ઘણો સાથ આપ્યો હતો. અહીંથી બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. જોકે, લગ્નન કરવા માટે સરળ નહોતા. કારણ કે તે સમયે ટ્વિંકલ તેની કારકિર્દીની ટોપ હિરોઈનમાંની એક હતી.
ફિલ્મ ફ્લોપ પછી લગ્ન
વર્ષ 2000માં ટ્વિંકલની ફિલ્મ મેલા રિલીઝ થવાની હતી, તેથી અભિનેત્રીએ કહ્યું કે જો આ ફિલ્મ હિટ રહી તો તે લગ્ન નહીં કરે અને જો ફ્લોપ થશે તો તે અક્ષય સાથે લગ્ન કરશે. હવે ટ્વિંકલને ખાતરી હતી કે મેલા ફિલ્મ હિટ થશે, પણ યોગાનુયોગ એ ફિલ્મ હિટ ન થઈ. જે બાદ ટ્વિંકલે અક્ષય સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

આ કારણે ડિમ્પલ કાપડિયાએ લિવ-ઈનમાં રહેવાની શરત રાખી હતી
અક્ષય કુમારે એકવાર એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે ટ્વિંકલની માતા ડિમ્પલ કાપડિયા પાસે એક્ટ્રેસનો હાથ માંગવા ગયા ત્યારે એક્ટ્રેસે અક્ષયની સામે એક શરત મૂકી હતી. તેણે કહ્યું હતું કે લગ્ન પહેલા અક્ષય કુમારે ટ્વિંકલ સાથે લગભગ એક વર્ષ લિવ-ઈન કરવું પડશે. જો તે આમાં સફળ થશે તો તે લગ્ન કરશે. ડિમ્પલ કાપડિયાની આ શરતથી અક્ષય કુમાર ચોંકી ગયા હતા. કરણ જોહરના શોમાં વાત કરતા ટ્વિંકલે માતા ડિમ્પલની આ શરત વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે તેની માતા અક્ષયને 'ગે' માનતા હતા અને તેને તેના એક પત્રકાર મિત્રે કહ્યું કે અક્ષય 'ગે' છે. આ કારણે તેણે અક્ષય સામે લિવ-ઈનમાં રહેવાની શરત મૂકી હતી.
આ પણ વાંચો--2023માં રોહિત શેટ્ટી આ ફિલ્મો સાથે મચાવશે ધમાલ, અહીં સંપૂર્ણ લિસ્ટ જુઓ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirsthappybirthdayTwinkleKhanna
Next Article