ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં ડમી સર્ટિફિકેટ કૌભાંડનો ભંડાફોડ
Kheda : ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં એક મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, જ્યાં અનેક શિક્ષકો CCCના ડમી સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચતરનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં 150થી વધુ શિક્ષકો, ખાસ કરીને મહેમદાવાદ વિસ્તારના શિક્ષકોના નામો જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આશ્ચર્યજનક રીતે, કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓ આ ગોટાળાને દબાવવા માટે ભીનું સંકેલવા સક્રિય હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ડમી સર્ટિફિકેટ સામે માત્ર સામાન્ય દંડ અને રિકવરી કરાવી ક્લિન ચિટ આપવાના પ્રયાસો થયા હોવાની હકીકત સામે આવી છે, જ્યારે નાણા વિભાગે અગાઉ જ આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. પરંતુ પોલીસે ફરિયાદ નહીં કરાતા સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વધુમાં, કેટલાક કસૂરવાર શિક્ષકો નિવૃત્ત થઈ ગયા હોવા છતાં તેમના પેન્શન કેસો તૈયાર કરાયા છે. શિક્ષણની પવિત્ર વ્યવસ્થામાં થયેલા આ કૌભાંડ સામે તમામ સંડોવાયેલા શિક્ષકો સામે કડક પોલીસ કાર્યવાહી જરૂરી હોવાનું શિક્ષણજગતથી લઈ સમાજમાં માગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad Seventh Day School કેસમાં આરોપી સામે વાલીઓનો આક્રોશ