Devbhumi Dwarka : સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતા, દરિયાકાંઠેથી કરોડોનું ચરસ જપ્ત
વભૂમિ દ્વારકાના દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓને નશાના કારોબાર વિરુદ્ધ મોટી સફળતા મળી છે. હર્ષદ ગામ પાસે પોલીસના ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ડૉગ સ્કવૉડની મદદથી પથ્થરો નીચે છુપાવેલું આશરે ₹2.27 કરોડની કિંમતનું 4.5 કિલોથી વધુ ચરસ જપ્ત કરવામાં આવ્યું છે.
Advertisement
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગામના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓએ કરોડો રૂપિયાનું ચરસ જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસના ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ડૉગ સ્કવૉડની મદદથી પથ્થરો નીચે છુપાવેલો 4 કિલો અને 548 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલા નશાના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹2.27 કરોડ છે. આ ઘટના બાદ પોલીસે ડ્રગ તસ્કરોને પકડવા માટે તપાસ તેજ કરી છે અને દરિયાકાંઠે સતર્કતા વધારી દીધી છે.
Advertisement


