Swaminarayan Controversy : સ્વામિનારાયણ સ્વામિઓના બફાટ પર ગુગળી બ્રાહ્મણો થયા લાલધુમ
સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું થયું આયોજન દેવી-દેવતાઓ પર સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદન પર ચર્ચા સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ ફેલાયો છે. જેમાં દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું...
10:14 AM Apr 01, 2025 IST
|
SANJAY
- સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ
- દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું થયું આયોજન
- દેવી-દેવતાઓ પર સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદન પર ચર્ચા
સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ ફેલાયો છે. જેમાં દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન થયુ છે. દેવી-દેવતાઓ પર સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદન પર ચર્ચા કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો પણ મહાસભામાં જોડાયા છે. મહાસભા પુર્ણ થયા બાદ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 બ્રહ્મપુરીથી રેલી નીકળી ભગવાન દ્વારકાધીશ મંદિરે પહોંચી છે. આગામી દિવસોમાં સ્વામી નારાયણ સંપ્રદાયના બેફામ બોલતા સ્વામીઓ સામે FIR નોંધાવા ચર્ચા થઇ છે. સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી પ્રતિક ધરણા પર ગુગળી બ્રાહ્મણ સમાજ ઉતરશે.
Next Article