Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

East Kutch Police : પૂર્વ કચ્છ પોલીસની NDPS એક્ટ હેઠળ કાર્યવાહી, જુઓ Video

East Kutch Police : પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્થો અને ગેરકાયદે ડ્રગ્સના વેપાર સામે કડક વલણ અપનાવતા એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છના એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે કુખ્યાત આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવની કુલ રૂપિયા 22.31 લાખની ચરાચર અને અચરાચર મિલકતો જપ્ત કરી છે. આ કાર્યવાહીથી નશો વેચનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Advertisement

East Kutch Police: પૂર્વ કચ્છ પોલીસે એનડીપીએસ એક્ટ (NDPS Act) હેઠળ કાર્યવાહી કરતા પિન્ટુ યાદવ નામના આરોપીની 22.31 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. અગાઉ પણ એનડીપીએસના ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપી સામે મુંબઈની કોમ્પિટન્ટ ઓથોરિટી સાફેમા દ્વારા મિલકત જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તેનું રહેણાંક મકાન, કાર અને ટુ-વ્હીલર સહિતની સંપત્તિ જપ્ત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી પિન્ટુ વેદાનંદ સામે અગાઉ પણ NDPS (માદક પદાર્થોના વેપાર અને સેવન સંબંધી) કાયદા હેઠળ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ મામલે મુંબઈની કૉમ્પીટન્ટ ઑથોરિટી SAFEMA/NDPSA દ્વારા આરોપી સામે મિલકત જપ્તીનો હુકમ જારી કરવામાં આવ્યો હતો, જેના આધારે પૂર્વ કચ્છ પોલીસે આ સિકંજો કસ્યો છે.

Tags :
Advertisement

.

×