ભોજન પહેલા 1 ચમચી આ ચીજ ખાવાથી ભૂખ પર મેળવાશે કાબુ
સ્લીમ અને ટ્રીમ ફીગરની ઘેલછા લગભગ આપણને સૌને રહેતી હોય છે. પરંતુ વ્યસ્ત શેડ્યૂલને કારણે આપણે શરીરની તંદુરસ્તી પર વધારે ધ્યાન નથી આપી શકતા. જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે. જ્યારે વજન વધવાથી શરીરમાં મેદસ્વીતા, કૉલસ્ટ્રોલ તથા હ્રદય રોગ થવાની સંભાવના વધી જાય છે. સારા સ્વાસ્થ્ય માટે ભૂખને નિયંત્રણમાં લાવવી ખૂબ જ જરૂરી છે. ત્યારે આવો આજે આપને જણાવીએ એવું શું કરી શકાય, જેà
Advertisement
સ્લીમ અને ટ્રીમ ફીગરની ઘેલછા લગભગ આપણને સૌને રહેતી હોય છે. પરંતુ વ્યસ્ત શેડ્યૂલને કારણે આપણે શરીરની તંદુરસ્તી પર વધારે ધ્યાન નથી આપી શકતા. જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે. જ્યારે વજન વધવાથી શરીરમાં મેદસ્વીતા, કૉલસ્ટ્રોલ તથા હ્રદય રોગ થવાની સંભાવના વધી જાય છે. સારા સ્વાસ્થ્ય માટે ભૂખને નિયંત્રણમાં લાવવી ખૂબ જ જરૂરી છે. ત્યારે આવો આજે આપને જણાવીએ એવું શું કરી શકાય, જેનાથી ભૂખ કંટ્રોલમાં રહેશે...
અળસી
અળસી જેને અંગ્રેજીમાં Flaxseeds પણ કહેવાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને ફેટી એસિડ રહેલા હોવાથી ભૂખ નિયંત્રિત રહે છે. દિવસમાં 3-4 વખત મુખવાસની જેમ અળસીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે.
વધુ માત્રામાં પાણી પીવું
કહેવાય છે કે દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. કારણ કે વધુ માત્રામાં પાણી પીવાથી અનેક પ્રકારની સમસ્યાથી રાહત મળે છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. દિવસ દરમિયાન યોગ્ય સમયાંતરે પાણી પીવાથી ભૂખને નિયંત્રિત કરી શકાય છે. ઓછી માત્રામાં ભોજન કરવા માટે જમવા બેસતા પહેલા પાણી પી લેવું જોઈએ.
પ્રોટીન
પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. સવારે નાશ્તામાં પનીર, દાળ તથા સોયાબીનનું સેવન કરી શકો છો. પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવાથી પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે.
બદામ
ભૂખ લાગે ત્યારે બદામનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. બદામમાં વિટામીન ઈ, એન્ટીઓક્સિડેન્ટ અને મેગ્નીશિયમ હોય છે. બદામનું વધુ સેવન ન કરવું જોઈએ. આખા દિવસ દરમિયાન તમે એક મુઠ્ઠી બદામનું સેવન કરી શકો છો.
ભોજન કરતા પહેલા કસરત
ભોજન કરતા પહેલા પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. આ પ્રકારે ભૂખને નિયંત્રિત કરવા માટે કસરત કરવી પણ જરૂરી છે. કસરત કર્યા બાદ શરીરને થાક લાગવાથી ભૂખ ઓછી લાગે છે. દિવસમાં 10 મિનિટ કસરત કરવી આવશ્યક છે.


