કાશી વિશ્વનાથ ધામમાં એક વર્ષમાં દાનનો રેકોર્ડ તુટ્યો, આવ્યું આટલા કરોડનું દાન, નાના વેપારીઓને મળી રહ્યો છે લાભ
વિશ્વનાથ ધામે તેના પહેલા જ વર્ષમાં દાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક વર્ષના સમયગાળા દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા દેશ-વિદેશથી આવેલા ભક્તોએ બાબાને ઉદારતાથી રોકડ, સોનું-ચાંદી અને ઝવેરાત અર્પણ કર્યા છે. મંદિરના વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં ભક્તો પાસેથી મળતું દાન રૂ. 100 કરોડથી પણ વધારે છે. કાશી વિશ્વનાથ ધામને કારણે સમગ્ર કાશી ધમધમી રહ્યું છે. નાના વેપારીઓની આવàª
Advertisement
વિશ્વનાથ ધામે તેના પહેલા જ વર્ષમાં દાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક વર્ષના સમયગાળા દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન કરવા દેશ-વિદેશથી આવેલા ભક્તોએ બાબાને ઉદારતાથી રોકડ, સોનું-ચાંદી અને ઝવેરાત અર્પણ કર્યા છે. મંદિરના વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં ભક્તો પાસેથી મળતું દાન રૂ. 100 કરોડથી પણ વધારે છે. કાશી વિશ્વનાથ ધામને કારણે સમગ્ર કાશી ધમધમી રહ્યું છે. નાના વેપારીઓની આવકમાં પણ અનેકગણો વધારો થયો છે.
કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન ગયા વર્ષે 13 ડિસેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પહેલા PM મોદીએ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. વિશ્વનાથ ધામના લોકાર્પણથી કાશીના પર્યટન, હસ્તશિલ્પ, ખાણીપીણી જેવા નાના વેપારીઓના ધંધામાં તેજી આવી છે. બે વર્ષના કોરોના સમયગાળા દરમિયાન આ નાના વેપારીઓના વેપાર ધંધાને માઠી અસર પહોંચી હતી. ધામના ઉદઘાટન બાદ જે પરિવર્તન આવ્યું છે તે જૂના શહેરમાં ખૂબ જ સારી રીતે અનુભવી શકાય છે.
13 ડિસેમ્બર, 2021 સુધી, દર બે મહિને દક્ષિણ ભારતીય તીર્થયાત્રીઓના બે-ત્રણ જથ્થાને કારણે, કાલભૈરવ મંદિર વિસ્તારમાં જંગંબરીથી બાંસફાટક, જ્ઞાનવાપી થઈને થોડી ભીડ જોવા મળી હતી. કાશીમાં શ્રાવણ મહિનામાં જ શ્રદ્ધાળુંઓનો ઘસારો વધારે રહેતો હતો પણ હવે દરરોજ દેશના જુદાં-જુદાં ભાગોમાંથી યાત્રાળુઓ અને વિશ્વના પ્રવાસીઓ આવી રહ્યા છે.
ધામના ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં 50 કરોડથી વધુનું રોકડ દાન મળ્યું છે. તેમાંથી 40 ટકા ફંડ ઓનલાઈન મળ્યું છે. ભક્તોએ 50 કરોડથી વધુ કિંમતની કિંમતી ધાતુઓ જેમ કે, 60 કિલો સોનું, 10 કિલો ચાંદી અને 1500 કિલો તાંબુ પણ અર્પણ કર્યું છે. ભક્તો પાસેથી મળેલ સોનું અને તાંબાનો ગર્ભગૃહની બહારની અને અંદરની દિવાલોના સુવર્ણ શણગારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. 13 ડિસેમ્બર, 2021 થી અત્યાર સુધી, મંદિરના ઇતિહાસમાં સૌથી વધારે સો કરોડ રૂપિયાથી વધુનું દાન આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ રકમ 500 ટકાથી પણ વધારે છે.
વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું કે વિશ્વનાથ ધામના નિર્માણ અને વળતરમાં લગભગ 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં ધામમાં ભક્તોની સંખ્યા વધશે તો દાન પણ વધશે તે નિશ્ચિત છે. દાન સિવાય ધામમાં બનેલા ભવનોથી વધારાની આવક થશે. આગામી ચાર-પાંચ વર્ષમાં ધામના નિર્માણનો ખર્ચ નિકળી જશે તેવી અપેક્ષા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


