આમિરખાનના ઘેર EDના દરોડા, ઠાંસી ઠાંસીને ભરાયેલા 17 કરોડ મળ્યા
EDએ મહત્વપૂર્ણ કામગિરી કરીને કોલકાતામાં આવેલા મોટા વેપારી આમિર ખાન (Aamir Khan)ના ઘેરથી 17 કરોડથી વધુ રકમ જપ્ત કરી છે. ઘરમાં જે મોટી બેગો મળી હતી તેમાં ઠાંસી ઠાંસીને 500 અને 2 હજારની નોટો ભરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલકાતા (Kolkata)ના બિઝનેસમેન આમિર ખાન ના ઘરે EDએ દરોડા પાડીને રૂ. 17 કરોડથી વધુ રોકડ જપ્ત કરી છે. ઘરમાંથી 10 ટ્રંક મળી હતી જેમાંથી 5 ટ્રંકમાંથી રોકડ રકમનો જથ્થો મળી આવ્યો હત
06:28 AM Sep 11, 2022 IST
|
Vipul Pandya
EDએ મહત્વપૂર્ણ કામગિરી કરીને કોલકાતામાં આવેલા મોટા વેપારી આમિર ખાન (Aamir Khan)ના ઘેરથી 17 કરોડથી વધુ રકમ જપ્ત કરી છે. ઘરમાં જે મોટી બેગો મળી હતી તેમાં ઠાંસી ઠાંસીને 500 અને 2 હજારની નોટો ભરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
કોલકાતા (Kolkata)ના બિઝનેસમેન આમિર ખાન ના ઘરે EDએ દરોડા પાડીને રૂ. 17 કરોડથી વધુ રોકડ જપ્ત કરી છે. ઘરમાંથી 10 ટ્રંક મળી હતી જેમાંથી 5 ટ્રંકમાંથી રોકડ રકમનો જથ્થો મળી આવ્યો હતો. કોલકાતાના ગાર્ડન રીચમાં બિઝનેસમેન આમિર ખાનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના દરોડા શનિવારે સવારે શરૂ થયા હતા અને મોડી રાત સુધી રોકડની ગણતરી ચાલુ રહી હતી. EDની ટીમની સાથે બેંક અધિકારીઓ અને કેન્દ્રીય દળો પણ હતા.
ફેડરલ બેંકના અધિકારીઓ દ્વારા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદના આધારે ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આમિર ખાન અને અન્ય લોકો વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આમીર ખાને ઈ-નગેટ્સ નામની મોબાઈલ ગેમિંગ એપ્લીકેશન લોન્ચ કરી હતી, જેના દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હતી. યુઝર્સને આ એપમાંથી પહેલા કમિશન અને પછી તેમના વોલેટથી ઈનામ આપવામાં આવતું હતું.
આ પહેલા શનિવારે કેન્દ્રીય એજન્સીએ મોબાઈલ ગેમિંગ એપ્લીકેશન સંબંધિત તપાસના સંદર્ભમાં કોલકાતામાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન ધ્યાનમાં આવ્યું કે કેસ સાથે સંકળાયેલી સંસ્થાઓ નકલી એકાઉન્ટનો ઉપયોગ કરી રહી છે અને યુઝર્સને છેતરીને કરોડો રૂપિયા કમાયા છે.
Next Article