ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મમતા બેનર્જીના મંત્રીની નજીકના અર્પિતા ચેટર્જીના ઘરે EDના દરોડા, 500-2000ની નોટોના બંડલનો ખજાનો મળી આવ્યો

પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ EDના દરોડા ચાલુ છે. મળતી માહિતી મુજબ, આ દરોડા પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ભરતી કૌભાંડના સંબંધમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટરજીના વિવિધ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડની રોકડ મળી આવી છà«
04:01 PM Jul 22, 2022 IST | Vipul Pandya
પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ EDના દરોડા ચાલુ છે. મળતી માહિતી મુજબ, આ દરોડા પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ભરતી કૌભાંડના સંબંધમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટરજીના વિવિધ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડની રોકડ મળી આવી છà«

પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ EDના દરોડા ચાલુ છે. મળતી માહિતી મુજબ, આ દરોડા
પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ભરતી
કૌભાંડના સંબંધમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બંગાળ સરકારના મંત્રી પાર્થ
ચેટરજીના વિવિધ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે
કે પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડની રોકડ મળી આવી
છે.

બેંક કર્મચારી પૈસા ગણે છે

EDને આ રકમ અર્પિતાના રહેણાંક
કમ્પાઉન્ડમાંથી મળી હતી. દરોડા પાડનાર ટીમ આ રકમ ગણવા માટે બેંક કર્મચારીઓ અને
કાઉન્ટીંગ મશીનની મદદ લઈ રહી છે. આ સિવાય અર્પિતાના ઘરેથી 20 મોબાઈલ ફોન પણ મળી
આવ્યા છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલા બધા મોબાઈલ ફોનનો ઉપયોગ
કેમ કરવામાં આવ્યો. ફોટામાં જોવા મળી રહ્યું છે કે રૂમમાં મોટી સંખ્યામાં 500 અને
2000ની નોટો રાખવામાં આવી છે.

આના પર પણ દરોડા પાડ્યા

આ સિવાય EDના
કર્મચારીઓ આ મામલામાં કૂચબિહાર જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ અધિકારીના ઘરની
પણ સર્ચ કરી રહ્યા છે.
SSC ભરતી કૌભાંડમાં CBI દ્વારા
પાર્થ ચેટર્જી અને પરેશ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. નિવેદનમાં જણાવવામાં
આવ્યું છે કે
EDએ ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્ય
લોકોના ઘર પર પણ દરોડા પાડ્યા છે.

Tags :
ArpitaChatterjeeedGujaratFirstMamataBanerjeeRaid
Next Article