ત્રણ દિવસમાં રાહુલ ગાંધી સાથે 30 કલાક પૂછપરછ, EDએ શુક્રવારે ફરી બોલાવ્યા, ગુરુવારે રાહુલને રજા
નેશનલ હેરાલ્ડ સાથે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સતત ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. આજના દિવસની પૂછપરછ પુરી થયા બાદ રાહુલ ગાંધી લગભગ 9 વાગ્યા આસપાસ ઇડીની ઓફિસમાંથી બહાર આવ્યા છે. EDએ મંગળવારે રાહુલ ગાંધીની 11 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. આ સિવાય 17 તારીખે એટલે કે શુક્રવારે ફરી વખત તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.રાહુલ ગાંધીએ ગુરુàª
04:50 PM Jun 15, 2022 IST
|
Vipul Pandya
નેશનલ હેરાલ્ડ સાથે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સતત ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. આજના દિવસની પૂછપરછ પુરી થયા બાદ રાહુલ ગાંધી લગભગ 9 વાગ્યા આસપાસ ઇડીની ઓફિસમાંથી બહાર આવ્યા છે. EDએ મંગળવારે રાહુલ ગાંધીની 11 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. આ સિવાય 17 તારીખે એટલે કે શુક્રવારે ફરી વખત તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ ગુરુવારની રજા આપી
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ આવતીકાલ એટલે કે ગુરુવારની રજા માંગી હતી, જેને EDએ મંજૂર કરી દીધી છે. રાહુલ ગાંધી આજે સવારે 11.35 વાગ્યે મધ્ય દિલ્હીના એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હતા. તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સાથે AJLની માલિકીની આશરે રૂ. 800 કરોડની મિલકતો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ પર કોંગ્રેસનો આરોપ
છેલ્લા બે દિવસની જેમ આજે પણ કોંગ્રેસના કાર્યકરોએ તેમના નેતાના સમર્થનમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસ પર આરોપ પણ લાગ્યો છે કે તેમણે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘૂસીને કાર્યકર્તા અને નેતાઓ સાથે મારપીટ કરી હતી. જો કે દિલ્હી પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને કોંગ્રેસ હેડક્વાર્ટર સુધી પહોંચતા અટકાવવામાં આવ્યા હતા અને માત્ર બે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને '24 અકબર રોડ' સુધી પહોંચવા દેવામાં આવ્યા હતા.
ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ
અધિકારીઓનું કહેવું છે કે ત્રણ દિવસની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીના નિવેદનનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમના નિવેદનો A4 સાઈઝના કાગળ પર ટાઈપ કરવામાં આવે છે અને મિનિટ-મિનિટના આધારે બતાવવામાં આવે છે અને સહી કરવામાં આવે છે અને પછી તપાસ અધિકારીને સોંપવામાં આવે છે.
Next Article