ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર શિવસેનાના નેતા એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચી ગયા છે. શિવસેના સાથે બળવો કરી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને સંકટમાં મુકી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ 30થી વધુ ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા છે. આ પહેલા મંગળવારે યોગ દિવસે મહારાષ્ટ્રની રાજનીતિમાં અચાનક મોટો ભૂકંપ આવવાના સમાચાર મળ્યા હતા. શિà
03:20 AM Jun 22, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર શિવસેનાના નેતા એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચી ગયા છે. શિવસેના સાથે બળવો કરી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને સંકટમાં મુકી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ 30થી વધુ ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા છે. આ પહેલા મંગળવારે યોગ દિવસે મહારાષ્ટ્રની રાજનીતિમાં અચાનક મોટો ભૂકંપ આવવાના સમાચાર મળ્યા હતા. શિà
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર શિવસેનાના નેતા એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચી ગયા છે. શિવસેના સાથે બળવો કરી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને સંકટમાં મુકી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ 30થી વધુ ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા છે. 
આ પહેલા મંગળવારે યોગ દિવસે મહારાષ્ટ્રની રાજનીતિમાં અચાનક મોટો ભૂકંપ આવવાના સમાચાર મળ્યા હતા. શિવસેના સાથએ બળવો કરી એકનાથ શિંદે 30થી વધુ ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા જે બાદ તેઓ ગત રાત્રિએ આ ધારાસભ્યો લઇને અસમના ગુવાહાટી પહોંચ્યા છે. મહત્વનું છે કે, અસમમાં હાલમાં ભાજપની સરકાર છે. ગુવાહાટી એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું, "શિવસેનાના કુલ 40 ધારાસભ્યો અહીં હાજર છે. અમે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જઈશું."

આ પહેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં શિંદેએ કહ્યું હતું કે, અમે બાળાસાહેબ ઠાકરેની શિવસેના છોડી નથી અને છોડીશું પણ નહીં. શિવસેનાના ધારાસભ્યોનું સ્વાગત કરનારા ભાજપ ધારાસભ્ય સુશાંત બોરગોહેને કહ્યું કે, તેઓ અંગત સંબંધો માટે એરપોર્ટ આવ્યા હતા. જ્યારે અસામમાં આવેલા શિવસેનાના ધારાસભ્યોની કુલ સંખ્યા જણાવવા માટે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમની ગણતરી નથી.
આ પણ વાંચો - એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી, કહ્યું - માત્ર એક શરતે જ પરત ફરીશ, જો...
Tags :
EknathShindeGujaratFirstGuwahatiMaharashtraMLAShivSenaUddhavThackeray
Next Article