ગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા ખોડલધામ ખાતે પહોંચી
ગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાએ યોજેલી એકતા યાત્રા વિશાળ રથ કાગવડ ખોડલધામ સાથે પહોંચી હતી. આજે પહોંચેલી આ યાત્રામાં અનેક વાહનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ સહીત લોકો પણ જોડાયા હતા. રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલી આ યાત્રા 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે કચ્છના માતાના મઢથી શરૂ થઈ હતી. ત્યારબાદ વિવિધ મોટા ધાર્મિક સ્થળે જ્યોતથી જ્યોત મિલાવી રહી છે. રાજપૂત કરણી સેà
Advertisement
ગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાએ યોજેલી એકતા યાત્રા વિશાળ રથ કાગવડ ખોડલધામ સાથે પહોંચી હતી. આજે પહોંચેલી આ યાત્રામાં અનેક વાહનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ સહીત લોકો પણ જોડાયા હતા. રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલી આ યાત્રા 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે કચ્છના માતાના મઢથી શરૂ થઈ હતી. ત્યારબાદ વિવિધ મોટા ધાર્મિક સ્થળે જ્યોતથી જ્યોત મિલાવી રહી છે.
રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી સોમનાથ સુધીની ભવ્ય એકતા યાત્રાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે.પી.જાડેજા તેમજ રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્રના સત્યેન્દ્રભાઈ ખાચર અને શિવરાજસિંહ ખાચર સહીતના હોદેદારો સૌરાષ્ટ્રના ગામોની મુલાકાતે છે. ત્યારે આજે આ યાત્રા ખોડલધામ ખાતે પહોંચી આગેવાનોએમાં ખોડ નાં દર્શન કર્યા હતા .તેમજખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
કરણી સેનાની એકતા યાત્રા ખોડલધામ પહોંચતા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધ્વજારોહણ માં હાજરી આપી હતી


