એલોન મસ્કનો સપાટો, અડધો-અડધ કર્મચારીઓની હકાલપટ્ટી, ભારતમાં 200થી વધુ કર્મચારીઓએ ગુમાવી નોકરી
એલોન મસ્કે ટ્વિટરની ખરીદી સાથે વિશ્વભરના કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ટ્વિટરના 7500 કર્મચારીઓમાંથી લગભગ અડધાને બરતરફ કરવામાં આવ્યા છે. ટ્વિટરના ભારતમાં 200 થી વધુ કર્મચારીઓ હતા,જેમાંથી મોટા ભાગનાને બરતરફ કરવામાં આવ્યા છે.એન્જિનિયરિંગ,સેલ્સ,માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમોમાંથી અનેક લોકોએ નોકરી ગુમાવી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં માર્કેટિંગ અને કોમ્યુનિકેશન વિભાગની સ
12:14 PM Nov 05, 2022 IST
|
Vipul Pandya
એલોન મસ્કે ટ્વિટરની ખરીદી સાથે વિશ્વભરના કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ટ્વિટરના 7500 કર્મચારીઓમાંથી લગભગ અડધાને બરતરફ કરવામાં આવ્યા છે. ટ્વિટરના ભારતમાં 200 થી વધુ કર્મચારીઓ હતા,જેમાંથી મોટા ભાગનાને બરતરફ કરવામાં આવ્યા છે.એન્જિનિયરિંગ,સેલ્સ,માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમોમાંથી અનેક લોકોએ નોકરી ગુમાવી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં માર્કેટિંગ અને કોમ્યુનિકેશન વિભાગની સમગ્ર ટીમને તોડી પાડવામાં આવી છે.
ટ્વિટર ઈન્ડિયાના એક કર્મચારીએ કહ્યું કે તેમના સહ કર્મચારીઓને કાંતો નોકરી પરથી દુર કરાયા હોવાના કે પછી નોકરીમાં સુરક્ષિત હોવાના મેઇલ આવી ચૂક્યા છે. આ પહેલા ગુરુવારે એક ઈમેલમાં કંપનીએ કર્મચારીઓને અસ્થાયી રૂપે ઓફિસ આવવાની મનાઈ ફરમાવી હતી. કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે જો તમે ઓફિસમાં છો અથવા ઓફિસ જતા હો તો ઘરે પાછા જાઓ.
એલોન મસ્કે કહ્યું કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી
મસ્કે શુક્રવારે સવારે ટ્વિટ કર્યું અને કહ્યું જ્યારે કંપની દરરોજ 4 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 32.77 કરોડનું નુકસાન કરી રહી છે ત્યારે અમારી પાસે કર્મચારીઓને છૂટા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેમને દૂર કરવામાં આવ્યા છે તેમને 3 મહિનાની સેવેરન્સ એમાઉન્ટ આપવામાં આવી છે, જે કાયદા અનુસાર આપવાની થતી રકમ કરતા 50 ટકા વધારે છે.
કર્મચારીઓને ત્રણ પ્રકારના ઈમેલ મોકલાયા છે
ટ્વિટરના કર્મચારીઓને ત્રણ પ્રકારના ઈમેલ મળી રહ્યા છે. એક ઈમેલ એવા લોકો માટે છે જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા નથી.એક ઈમેલ એવા લોકો માટે છે જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જ્યારે એક ઈમેલ એવા લોકો માટે છે જેમની નોકરી હજુ પણ અવઢવમાં છે.
1. જેઓ દૂર કર્યા નથી
જેમને બહાર કાઢવામાં આવ્યા નથી તેઓને સત્તાવાર ટ્વિટર આઈડી પર ઈમેલ મળી રહ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે આ ટ્રાન્ઝિશન દરમિયાન તમારી ધીરજ માટે અને તમે Twitter પર જે મહત્વપૂર્ણ કાર્ય કરો છો તેની પ્રતિબદ્ધતા બદલ આભાર. અમે આ ઈમેલ એ વાતની પુષ્ટિ કરવા માટે મોકલી રહ્યા છીએ કે આજે કામદારોની સંખ્યામાં થયેલા ઘટાડાથી તમારી રોજગારી પર કોઈ અસર થઈ રહી નથી...
2 જેમને બરતરફ કરવામાં આવ્યા છે
જે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, તેમના પ્રાઈવેટ મેઈલ આઈડી પર ઈમેલ મોકલવામાં આવ્યા છે. તેમને ટ્વિટર સિસ્ટમમાંથી પણ લોગ આઉટ કરી દેવાયા છે
3 જેમનું ભાગ્ય સંતુલિત છે
ટ્વિટરના કર્મચારીઓ જેમનું નસીબ હજુ પણ નિશ્ચિત નથી તેમને પણ તેમના સત્તાવાર ID પર ઈમેલ મળ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે Twitterમાં તમારી ભૂમિકાને પોટેન્શિયલ ઇમ્પેક્ટ અથવા રેડ્યુડેન્સી તરીકે ઓળખવામાં આવી છે. આગળનાં પગલાં તમે કયા દેશમાં રહો છો તેના પર નિર્ભર રહેશે અને અમે શક્ય તેટલી વહેલી તકે તમારી સાથે વધુ માહિતી શેયર કરીશું.
Next Article