એલોન મસ્કે સોશિયલ મીડિયા એપ 'Twitter' માં કરી ભાગીદારી, SEC ફાઇલિંગમાં ખુલાસો
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે એલોન મસ્ક. હાલમાં જ
આ ધનવાન વ્યક્તિને લઈને મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જી હા એલન મસ્કે હવે
ટ્વિટરમાં ભાગીદારી કરી લીધી છે. ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક
વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટરમાં 9.2% હિસ્સો ખરીદ્યો છે. આ
સમાચાર બાદ પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં ટ્વિટરના શેર 28
ટકા સુધી વધ્યા છે. રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એલોન મસ્કે સોશિયલ મીડિયા કંપનીમાં 9.2%
પેસિવ હિસ્સો લીધો છે.
એલોન
મસ્ક શરૂઆતથી જ ટ્વિટરની નીતિઓની ટીકા કરતા રહ્યા છે. તે દરરોજ તેના વિશે ટ્વિટ
કરતા હતા. તાજેતરમાં એવા અહેવાલ પણ આવ્યા
હતા કે તે ટ્વિટર સાથે સ્પર્ધા કરવા માટે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ
કરશે. તેણે ટ્વિટરના 73,486,938 શેર ખરીદ્યા છે. આ સમાચાર પછી ટ્વિટરના
શેરમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે. ટેસ્લાના CEOએ
નિષ્ક્રિય હિસ્સો ખરીદ્યો છે. નિષ્ક્રિય હિસ્સોનો અર્થ એ છે કે શેરધારક કંપની
ચલાવવામાં સીધો કોઈ હિસ્સો લઈ શકતો નથી. છેલ્લા કેટલાક દિવસોથી એલોન મસ્ક
માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર ટ્વિટર વિશે સતત ટ્વિટ કરી રહ્યા હતા.
થોડા
દિવસો પહેલા એક ટ્વીટના જવાબમાં એલોન મસ્કે જવાબ આપ્યો હતો કે તે પોતાનું સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવા ગંભીરતાથી વિચારી રહ્યો છે. એક
યુઝરે પૂછ્યું કે શું તે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરશે?
આના
જવાબમાં તેણે કહ્યું હતું કે તે આના પર 'ગંભીરતાથી'
વિચાર
કરી રહ્યો છે. અગાઉ, તેમણે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર
ફ્રી સ્પીચ અને અન્ય બાબતો વિશે પોલ ચલાવ્યો હતો.
બ્લૂમબર્ગમાં
પ્રકાશિત એક સમાચાર અનુસાર મસ્ક
દ્વારા ટ્વિટરમાં હિસ્સો ખરીદ્યા પછી પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં ટ્વિટરના શેર 28.49%
વધીને $50.51 પર હતા. તાજેતરમાં મસ્કે
એક ટ્વીટમાં કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીરતાથી વિચાર
કરી રહ્યો છે કારણ કે ટ્વિટર અભિવ્યક્તિની સ્વતંત્રતાના સિદ્ધાંતના સંદર્ભમાં
નિષ્ફળ ગયું છે. 25 માર્ચે એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે 'કાર્યકારી
લોકશાહી માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે'. તેણે
ટ્વિટર પર સવાલ ઉઠાવ્યો હતો કે શું ટ્વિટર આ સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કરે છે.