Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્પાઇસ જેટના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેડીંગ

દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેડીંગ કરવામાં આવ્યું છે. જ્યારે પ્લેન ટેકઓફ થયું ત્યારે થોડી જ વારમાં પ્લેનની અંદર કાળો ધુમાડો દેખાવા લાગ્યો હતો. ધુમાડો જોયા બાદ તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. જો કે પાઈલટે તુરત જ પરત ફરી દિલ્હી ઉતરવાનું નક્કી કર્યું હતું. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી મુજબ  સ્પાઈસ જેટના આ પ્લેનમાં 50 થી àª
સ્પાઇસ જેટના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેડીંગ
Advertisement
દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેડીંગ કરવામાં આવ્યું છે. જ્યારે પ્લેન ટેકઓફ થયું ત્યારે થોડી જ વારમાં પ્લેનની અંદર કાળો ધુમાડો દેખાવા લાગ્યો હતો. ધુમાડો જોયા બાદ તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. જો કે પાઈલટે તુરત જ પરત ફરી દિલ્હી ઉતરવાનું નક્કી કર્યું હતું. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.
 પ્રાપ્ત માહિતી મુજબ  સ્પાઈસ જેટના આ પ્લેનમાં 50 થી વધુ મુસાફરો સવાર હતા. જ્યારે પ્લેન લગભગ 5000 ફૂટની ઉંચાઈ પર ગયું ત્યારે અચાનક ધુમાડો દેખાવા લાગ્યો. પહેલા તો મુસાફરોને સમજાયું નહીં કે શું થયું, પરંતુ ધુમાડો વધતા લોકો પરેશાન થવા લાગ્યા.જ્યારે પાયલટે વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ દરમિયાન લોકો વિમાનમાં હાથના પંખાની મદદથી ધુમાડો હટાવતા પણ જોવા મળ્યા હતા. હાલમાં, વિમાન રનવેમાં પાર્ક કરવામાં આવ્યું છે, જ્યાં તેની તપાસ કરવામાં આવી રહી છે.
Tags :
Advertisement

.

×