EDIIના કેમ્પસમાં આંતરપ્રિન્યોરશિપ થ્રૂ કોઓપરેટિવ મૂવમેન્ટ પ્રોગ્રામ યોજાયો
આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII)અમદાવાદે અમૂલ અને ઇફકો સાથે જોડાણમાં ઇડીઆઇઆઈના કેમ્પસમાં શુક્રવારે નેશનલ કોઓપરેટિવ વીકની ઉજવણી કરી હતી. પ્રોગ્રામના પ્રથમ કાર્યક્રમ પ્રમોટિંગ આંતરપ્રિન્યોરશિપ થ્રૂ કોઓપરેટિવ મૂવમેન્ટમાં મુખ્ય અતિથિ શ્રી અનિલ કુમાર બાયતી, જનરલ મેનેજર, અમૂલફેડ ડેરી, ગાંધીનગર, ગુજરાત,ગેસ્ટ ઓફ ઑનર, શ્રી પી એમ મેવા, ચીફ જનરલ મેનેજર (Marketing)ઇà
Advertisement
આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII)અમદાવાદે અમૂલ અને ઇફકો સાથે જોડાણમાં ઇડીઆઇઆઈના કેમ્પસમાં શુક્રવારે નેશનલ કોઓપરેટિવ વીકની ઉજવણી કરી હતી. પ્રોગ્રામના પ્રથમ કાર્યક્રમ પ્રમોટિંગ આંતરપ્રિન્યોરશિપ થ્રૂ કોઓપરેટિવ મૂવમેન્ટમાં મુખ્ય અતિથિ શ્રી અનિલ કુમાર બાયતી, જનરલ મેનેજર, અમૂલફેડ ડેરી, ગાંધીનગર, ગુજરાત,ગેસ્ટ ઓફ ઑનર, શ્રી પી એમ મેવા, ચીફ જનરલ મેનેજર (Marketing)ઇફકો, કલોલ, ગાંધીનગર, ગુજરાત અને સ્પેશ્યલ ગેસ્ટ, પ્રોફેસર (ડો.)રાના સિંહ, ડિરેક્ટર, ચંદ્રગુપ્ત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પટણા (CIMP) પટણા, બિહાર હતા. આ પ્રસંગે ઇડીઆઇઆઈએ આ સંસ્થા સાથે એમઓયુ પણ કર્યા હતા.
શ્રી અનિલ કુમાર બાયતીએ અમૂલના મૂળિયા વિશે જાણકારી આપી
આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્ર અને સહકારી આંદોલનના 300થી વધારે સફળ વ્યવસાયિકો તથા વિવિધ યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.જેમાં સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ઇમ્ફાલ, ઉદયભાનસિંહજી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ,ગાંધીનગર, રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ વિશ્વ વિદ્યાલય, ગ્વાલિયર,ઉડાન ટ્રસ્ટ ઓફ સોશિયલ વર્ક, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનીયરિંગ કોલેજ, અમદાવાદ, સ્ટાર્ટઅપ્સ, એકેડેમિયા, ઉદ્યોગસાહસિકો અને નીતિનિર્માતાઓ સામેલ હતા. અમૂલફેડ ડેરી, ગાંધીનગર, ગુજરાતના જનરલ મેનેજર શ્રી અનિલ કુમાર બાયતીએ અમૂલના મૂળિયા વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ સહકારી ડેરી વિકાસ માટે આદર્શ છે. અન્ય સ્થાનોમાં અમૂલની ભાવનાનું આરોપણ કરવા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના થઈ હતી અને અમૂલના મોડલનું સફળતાપૂર્વક પુનરાવર્તન થયું હતું. અમૂલ સહકારી વ્યવસ્થામાં વિશ્વાસનું પ્રતીક છે, જે ખેડૂતોના હાથમાં વિકાસની ચાવી મૂકે છે.
ઇફકોની ચીફ મેનેજર (માર્કેટિંગ) શ્રી પી એમ મેવાએ શું કહ્યું
દુનિયાભરમાં સહકારી ક્ષેત્રએ વિવિધ દેશોના અર્થતંત્રને મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે અને વિવિધ સમાજના વિકાસમાં પ્રદાન કર્યું છે. આ એકમાત્ર આંદોલન હતું, જે તમામ સામાજિક-આર્થિક અને રાજકીય પડકારો સામે ટકી રહ્યું હતું અને સફળ વ્યૂહરચના તરીકે બહાર આવ્યું છે. આ ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશનનું આદર્શ ઉદાહરણ છે. જે સશક્તિકરણ તરફ દોરી જાય છે.ચંદ્રગુપ્ત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પટણાના ડિરેક્ટર પ્રોફેસર (ડો.) રાના સિંહે મહત્વપૂર્ણ શૈક્ષણિક શાખા તરીકે કોઓપરેટિવ મેનેજમેન્ટ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રએ તેમની ક્ષમતાઓ અને વિશિષ્ટ લાક્ષણિકતાઓને આધારે તેમના સભ્યોને વ્યવહારિક અને સક્ષમ બનાવવા ઇન્વેન્ટિવ બનવું પડશે. સહકારી ઉદ્યોગસાહસ એક ક્ષેત્ર છે. જે માટે નવા વિચારોની જરૂર છે. કારણ ક આ ઉદ્યોગસાહસોને પણ ગળાકાપ સ્પર્ધામાં ટકવું પડશે.
ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું કે
સહકારી મંડળીઓ માટે વિશિષ્ટ વહીવટી, કાયદાકીય અને નિયમનકારી માળખું ઓફર કરવા સહકારી મંત્રાલયની સ્થાપના સાથે ભારતમાં સહકારી આંદોલન અતિ કેન્દ્રિત છે. સામાજિક મૂડીનું મહત્વ નાણાકીય મૂડી જેટલું છે અને સામાજિક મૂડીનો લાભ લેવા સહકારી આંદોલન વિશ્વસનિય આંદોલન છે. અમૂલ અને ઇફકો સહકારી મંડળીઓના હાર્દને ચરિતાર્થ કરી દેખાડ્યું છે એટલે કે લોકોના જીવનનું ઉત્થાન, સામેલ લોકોનું વ્યવસ્થાપન, લોકતાંત્રિક રીતે નિર્ણય લેવાની પ્રક્રિયા અને જનકલ્યાણ.ઉદ્ઘાટન પછી ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન કોઓપરેટિવ આંતરપ્રિન્યોરશિપ પર એક પેનલ ચર્ચા થઈ હતી.
પેનલિસ્ટમાં શ્રી રાજીવ પડિયા, મેનેજિંગ ડિરેક્ટર (નિવૃત્ત), ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને મેનેજિંગ કન્સલ્ટન્ટ અને સલાહકાર ડો. અંજની કુમાર અસ્થાના, ડિરેક્ટર, ઉદયભાનસિંહજી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ, ગાંધીનગર, ગુજરાત; ડો. અમિત દ્વિવેદી, એસોસિએટ પ્રોફેસર, ઇડીઆઇઆઈ, અમદાવાદ અને શ્રી કાંત કુમાર, આંતરપ્રિન્યોરશિપ એક્ષ્પર્ટ, ઇડીઆઇઆઈ, અમદાવાદ સામેલ હતા. તેમની વચ્ચે ચર્ચા રોજગારીના સર્જન, સંપત્તિના સર્જન અને સંસાધનોના અસરકારક ઉપયોગની દ્રષ્ટિએ સમાજ અને અર્થતંત્રને સહકારી ક્ષેત્રના પ્રચૂર લાભ પર કેન્દ્રિત હતી. દેશની અંદર અને બહાર અર્થતંત્ર અને બજારોના બદલાઈ રહેલા સ્વરૂપોને ધ્યાનમાં રાખીને પેનલિસ્ટોએ સહકારી મંડળીઓને ઇનોવેટિવ, વ્યૂહાત્મક અને ઉદ્યોગસાહસિક અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


