ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી, તંત્ર એલર્ટ
ખેડામાં ઓમિક્રોન વેરિયન્ટનાં સબ વેરિયન્ટ B1.5નો વધુ એક કેસ નોંધાયો છે. ખંભાતની 67 વર્ષીય મહિલા વિદેશથી પરત આવતા કોરોના સંક્રમિત થઈ હતી. આ મહિલાનો RTPCR 24 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો. જેના રિપોર્ટને જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયો હતો. જે રિપોર્ટ આજે આવતાં મહિલા કોરોનાનાં સબ વેરિયન્ટ B1.5 નો શિકાર હોવાનું સામે આવ્યું છે. મહિલા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છેહાલમાં મહિલા હોમ આઇસોલેશનમાં સ
04:40 PM Dec 31, 2022 IST
|
Vipul Pandya
ખેડામાં ઓમિક્રોન વેરિયન્ટનાં સબ વેરિયન્ટ B1.5નો વધુ એક કેસ નોંધાયો છે. ખંભાતની 67 વર્ષીય મહિલા વિદેશથી પરત આવતા કોરોના સંક્રમિત થઈ હતી. આ મહિલાનો RTPCR 24 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો. જેના રિપોર્ટને જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયો હતો. જે રિપોર્ટ આજે આવતાં મહિલા કોરોનાનાં સબ વેરિયન્ટ B1.5 નો શિકાર હોવાનું સામે આવ્યું છે.
મહિલા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે
હાલમાં મહિલા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. B1.5 એ ઓમિક્રોનના જુદા જુદા વેરીયન્ટ પૈકી એક છે. ભારતમાં પણ હવે ધીરે ધીરે B1.5 સબ વેરિયન્ટનાં કેસો નોંધાઈ રહ્યા છે. B1.5નાં નોંધાયેલા કેસોમાં હજુ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી જોવા મળી રહી નથી. આમ છતાં ભારતમાં ટેન્શનનો માહોલ છે. ગુજરાતે પણ એડવાન્સમાં તૈયારીઓ કરી લીધી છે.
સરકાર ભલે આ મામલે ચિંતિત હોય પણ એકઠી થઈ રહેલી ભીડ એ કોરોના વકરાવશે તેવો ડર છે. રાજ્યમાં કોરોનાના સામાન્ય કેસો વચ્ચે દેશમાં રોજ નવા વેરિએન્ટ ચિંતા ઉપજાવી રહ્યાં છે. નિષ્ણાતો ભારત માટે આગામી 40 દિવસ અતિ મહત્વના હોવાની ચેતવણી આપી રહ્યાં છે કારણ કે યુરોપમાં કોરોના ફેલાયા બાદ ભારતમાં 35થી 40 દિવસે આવતો હોય છે. હાલમાં દેશમાં હર્ડ ઈમ્યુનિટી છતાં સરકાર આ મામલે તકેદારી રાખી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article