Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છેલ્લી ટી20માં પણ ભારતની હાર, ઓસ્ટ્રેલિયાની ટીમે 4-1થી સીરિઝ જીતી

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ (Australia Women Cricket Team)હાલમાં ભારત પ્રવાસે છે. છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા (IND W Vs AUS W)ક્રિકેટ ટીમ વચ્ચે ટી20 સીરીઝની મેચ રમાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ભારતને પાંચમી અને અંતિમ ટી20 મેચમાં પણ હરાવ્યુ છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટના નુકસાને 196 રન બનાવ્યા હતા. આ 197ના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ 142 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓà
છેલ્લી ટી20માં પણ ભારતની હાર  ઓસ્ટ્રેલિયાની ટીમે 4 1થી સીરિઝ જીતી
Advertisement
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ (Australia Women Cricket Team)હાલમાં ભારત પ્રવાસે છે. છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા (IND W Vs AUS W)ક્રિકેટ ટીમ વચ્ચે ટી20 સીરીઝની મેચ રમાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ભારતને પાંચમી અને અંતિમ ટી20 મેચમાં પણ હરાવ્યુ છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટના નુકસાને 196 રન બનાવ્યા હતા. આ 197ના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ 142 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 54 રને જીતી લીધી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ આ 5 મેચની ટી20 સીરીઝમાં 4-1થી જીત મેળવી લીધી છે. આખી સીરીઝમાં ભારતીય ટીમ માત્ર 1 મેચ જીતી શકી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ અણનમ 53 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ દ્વારા આપવામાં આવેલા સ્કોર સામે ભારતીય ટીમનો કોઈપણ બેટ્સમેન વિકેટ પર પગ જમાવી શક્યો ન હતો અને હારનો સામનો કરવો પડ્યો હતો. દીપ્તિએ 34 બોલનો સામનો કરીને 8 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની ઈનિંગ્સ કેવી રહી
આ પહેલા ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર બેથ મૂની (2) અને ફોબી લિચફિલ્ડ (11) સસ્તામાં આઉટ થયા હતા. કેપ્ટન તાહલિયા મેકગ્રા (26 બોલમાં 26 રન) અને એલિસ પેરી (14 બોલમાં 18 રન)એ ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી નોંધાવી હતી.
મેચમાં ભારતીય બોલરોએ શરૂઆતમાં વિકેટ ઝડપી હતી, પરંતુ તે પછી તેમને સફળતા મળી ન હતી. ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની હેરિસ અને ગાર્ડનરે 62 બોલમાં અણનમ 129 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને સીરીઝમાં તેના સર્વોચ્ચ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ગાર્ડનરે 32 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા, જ્યારે હેરિસે 35 બોલમાં 64 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.
શેફાલી વર્માએ તોડી ખતરનાક ભાગીદારી
શેફાલી વર્માએ આ ખતરનાક ભાગીદારી તોડી જ્યારે મેકગ્રા આગળ રમવાના પ્રયાસમાં ચૂકી ગઈ અને ભારતીય ટીમની કીપર રિચા ઘોષે સ્માર્ટ સ્ટમ્પિંગ કર્યું. એક ઓવર પછી પેરી મોટો શોટ રમવાના પ્રયાસમાં, હરલીન દેઓલ દેવિકા વૈદ્યના હાથે કેચ થઈ ગઈ. આ પછી ગાર્ડનર અને હેરિસે ભારતીય બોલરોને કોઈ તક આપી ન હતી. હેરિસે 18મી ઓવરમાં રેણુકા સિંહને સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. એક બોલ પછી ગાર્ડનરે 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ભારતીય બોલરો શરૂઆતની લય જાળવી શક્યા નહોતા અને નબળી ફિલ્ડિંગે કોઈ કસર છોડી ન હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×