હળદરના વધુ પડતાં સેવનથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ
સામાન્ય રીતે હળદરનો ઉપયોગ આપણે રસોડામાં વધુ કરતાં હોય છે. હળદરમાં અનેક ઔષધિગુણો છે જે મોટાભાગની શાકભાજી અને મસાલેદાર વાનગીઓમાં વપરાય છે. આપણે બધા તેના ફાયદાથી વાકેફ છીએ. હળદરથી આપણી ત્વચાને ફાયદો થાય છે, તેથી હળદરનો ઉપયોગ ઘણી બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. હળદરને આયુર્વેદિક ઔષધિથી ઓછી માનવામાં આવતી નથી, ઘણીવાર આપણને જયાં ઈજા થઈ હોય તેના પર આપણે હળદર લગાવતા હોઈએ છીએ.પણ à
12:43 PM Sep 02, 2022 IST
|
Vipul Pandya
સામાન્ય રીતે હળદરનો ઉપયોગ આપણે રસોડામાં વધુ કરતાં હોય છે. હળદરમાં અનેક ઔષધિગુણો છે જે મોટાભાગની શાકભાજી અને મસાલેદાર વાનગીઓમાં વપરાય છે. આપણે બધા તેના ફાયદાથી વાકેફ છીએ. હળદરથી આપણી ત્વચાને ફાયદો થાય છે, તેથી હળદરનો ઉપયોગ ઘણી બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે.
હળદરને આયુર્વેદિક ઔષધિથી ઓછી માનવામાં આવતી નથી, ઘણીવાર આપણને જયાં ઈજા થઈ હોય તેના પર આપણે હળદર લગાવતા હોઈએ છીએ.પણ હળદરના વધુ પડતાં સેવનથી તમને નુકશાન પણ થઈ શકે છે.
કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.
હળદરની અસર ખૂબ જ ગરમ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટનું ફૂલવું અને ખેંચાણ થઈ શકે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે હળદરના વધુ પડતા સેવનથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. હળદરમાં હાજર ઓક્સાલેટ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી. જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.
હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.
Next Article