ભારત- આફ્રિકા વચ્ચેની ટી-20માં IPL જેટલો જ ઉત્સાહ, પ્રથમ મેચની તમામ ટિકિટ થઈ ગઈ બુક
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુરુવારે રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચની 94% ટિકિટો વેચાઈ ગઈ છે. અરુણ જેટલી સ્ટેડિયમની ક્ષમતા 35,000 દર્શકોની છે. નવેમ્બર 2019 પછી પહેલીવાર દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ કહ્યું, “94 ટકા ટિકિટો વેચાઈ ગઈ છ
11:38 AM Jun 07, 2022 IST
|
Vipul Pandya
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુરુવારે રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચની 94% ટિકિટો વેચાઈ ગઈ છે. અરુણ જેટલી સ્ટેડિયમની ક્ષમતા 35,000 દર્શકોની છે. નવેમ્બર 2019 પછી પહેલીવાર દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ કહ્યું, “94 ટકા ટિકિટો વેચાઈ ગઈ છે. હવે માત્ર 400-500 જેટલી ટિકિટ બચી છે.
મનચંદાએ જણાવ્યું હતું કે લગભગ 27,000 ટિકિટો વેચાણ માટે મૂકવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકો સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરી શકે છે. કોવિડ-19ની સ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં, DDCA એ દર્શકોને ખાવા-પીવા સિવાય દરેક સમયે માસ્ક પહેરવાની વિનંતી કરી છે. મનચંદાએ કહ્યું, “અમારા સ્ટાફનું નિયમિત પરીક્ષણ કરવામાં આવે છે. અમે દર્શકોને વિનંતી કરીએ છીએ કે તેઓ COVID પ્રોટોકોલનું પાલન કરે અને દરેક સમયે માસ્ક પહેરે.IPL બાદ આ ભારતની પહેલી સિરીઝ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ટી-20 સિરીઝમાં પણ આઈપીએલ જેટલો જ રોમાંચ જોવા મળશે. ભારતીય ટીમ દ્વારા આફ્રિકાને ધૂળ ચટાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Next Article