મોંઘા પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો થવાની સંભાવના
પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને આવનારા દિવસોમાં રાહતના સમાચાર આવી શકે છે. આમ આદમીને મોંઘવારીથી રાહત મળી શકે છે. મૂડીઝ એનાલિટિક્સનું (Moody's Analytics) કહેવું છે કે, કાચા તેલના ભાવોમાં મોટો ઘટાડો આવી શકે છે. એશિયા પૈસેફિકને (APAC) લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.મૂડીઝે (Moody's) પોતાના રિપોર્ટમાં કહ્યું કે, રૂસ અને યુક્રેન યુદ્ધને લઈને કાચા તેલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્
02:24 PM Aug 16, 2022 IST
|
Vipul Pandya
પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને આવનારા દિવસોમાં રાહતના સમાચાર આવી શકે છે. આમ આદમીને મોંઘવારીથી રાહત મળી શકે છે. મૂડીઝ એનાલિટિક્સનું (Moody's Analytics) કહેવું છે કે, કાચા તેલના ભાવોમાં મોટો ઘટાડો આવી શકે છે. એશિયા પૈસેફિકને (APAC) લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
મૂડીઝે (Moody's) પોતાના રિપોર્ટમાં કહ્યું કે, રૂસ અને યુક્રેન યુદ્ધને લઈને કાચા તેલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા જે ઘટીને 100 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા છે અને આ ટ્રેડ યથાવત્ રહી શકે છે. મૂડીઝ પ્રમાણે 2024ના અંત સુધીમાં કાચા તેલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવી શકે છે.
આ પહેલા જુલાઈ મહિનામાં સિટીગૃપે પણ કાચા તેલના ભાવમાં મોટા ઘટાડાની ભવિષ્યવાણી કરી હતી. સિટીગૃપે કહ્યાં પ્રમાણે 2022ના અંત સુધીમાં કાચા તેલના ભાવ ઘટીને 65 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. તો 2023ના અંત સુધીમાં ભાવ ઘટીને 45 ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે. એટલે કે કાચુ તેલ હાલ 95 ડોલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે.
કાચા તેલના ભાવના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો જ્યારે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા ( Global Economy) પર સંકટ આવ્યું છે કાચા તેલના ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2008માં આવેલી મંદી દરમિયાન કાચું તેલ 149 પ્રતિ બેરલથી ઘટીને 35 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયું હતું. કોરોના મહામારી (Covid-19) દરમિયાન દુનિયાભરમાં લોકડાઉનના લીધે કાચા તેલના ભાવ ઘટીને 20 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ચૂક્યું હતું. મંગળવારે આર્થિક સંકટ અને મંદીને લીધે અમેરીકામાં કાચા તેલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલની નજીક આવી ચૂક્યા છે.
હાલના સંજોગોમાં કાચા તેલના ભાવમાં ઘટાડો આવ્યો તો ભારત માટે સૌથી સારા સમાચાર હશે. ભારતે પોતાની માંગની 80% કાચું તેલ આયાત કરે છે. જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્સો કાચા તેલની આયાત પર ખર્ચ કરવો પડે છે. કાચા તેલના ભાવોમાં ઘટાડો જ્યાં સામાન્ય લોકોને સસ્તું પેટ્રોલ ડિઝલ (Petrol Diesel) મળી શકશે. વિદેશી હૂંડિયામણની બચત થવાથી સરકારની રાજકોષીય ખાધ ઓછી થશે.
Next Article