Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરમાં વિસ્ફોટ, જીવ બચવાવા લોકો રસ્તા પર દોડતા દેખાયા, Video

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં એક મેનહોલમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને કારણે નજીકમાં પાર્ક કરેલી કારના કાચ તૂટી ગયા હતા અને સમગ્ર ટાઈમ્સ સ્ક્વેરમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાંથી જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કેવી રીતે જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે.Sounds like a large explosion went off in Times Square near 7pm. There are reports of ma
ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરમાં વિસ્ફોટ  જીવ બચવાવા લોકો રસ્તા પર દોડતા દેખાયા  video
Advertisement
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં એક મેનહોલમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને કારણે નજીકમાં પાર્ક કરેલી કારના કાચ તૂટી ગયા હતા અને સમગ્ર ટાઈમ્સ સ્ક્વેરમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાંથી જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કેવી રીતે જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે.

રવિવારે સાંજે ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર પાસેના એક મેનહોલમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ દરમિયાન લોકો સુરક્ષિત સ્થળ તરફ ઝડપથી દોડતા જોવા મળ્યા હતા. આ ઘટના ટાઈમ્સ સ્ક્વેરમાં રવિવારે સાંજે 6:45 વાગ્યે બની હતી. વિસ્ફોટ બાદ ટાઈમ્સ સ્ક્વેરનો સમગ્ર વિસ્તાર લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે અને આ સિવાય ફાયર એન્જિન પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિની ​​માહિતી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં ડઝનેક લોકો આ વ્યસ્ત શેરીઓમાંથી દોડતા દેખાય છે, જેમાં ઘણા પૂછતા હતા કે આ મોટો અવાજ શું છે. અન્ય લોકોએ કહ્યું કે તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો, પરંતુ તે શું હતું તે જાણતા નથી. 
Advertisement

ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા ન્યૂયોર્ક પોલીસ વિભાગના કર્મચારીઓને જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના ટાઈમ્સ સ્ક્વેરના W 43rd St અને 8મી એવન્યુ વચ્ચે બની હતી, જ્યાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં ભીડ રહે છે. ઘટનાની નજીક ઉભા રહેલા લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનાથી આસપાસના એપાર્ટમેન્ટની દિવાલો અને બારીઓ હચમચી ગઈ. FDNY અનુસાર, કોઈ જાનહાનિના અહેવાલ નથી. 
Advertisement

ઘટનાસ્થળે હાજર પોલીસે બ્લાસ્ટ એટલે કે મેનહોલમાં થયેલા વિસ્ફોટ અંગેના પ્રાથમિક પુરાવાઓને લઈને તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઉપરાંત અન્ય અનેક પાસાઓ પર પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જે અંતર્ગત બ્લાસ્ટનું સાચું કારણ કોઈ નક્કર પુરાવા વિના કહી શકાય નહીં. જોકે, સ્થાનિક લોકોએ પુષ્ટિ કરી છે કે મેનહોલમાં આગ લાગવાને કારણે વિસ્ફોટ થયો હતો.
Tags :
Advertisement

.

×