Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાયલાના નવાગામ ખાતે છોટા હાથીમાં વિસ્ફોટ, પિતા અને પુત્રના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના નવાગામ ખાત CNG છોટા હાથીમાં વિસ્ફોટ થતા પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. નવાગામની સીમમાં છોટા હાથી વાહન ઉભુ હતું ત્યારે અચાનક વિસ્ફોટ થતા સળગી ઉઠ્યું હતું. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટને કારણે છોટા હાથીમાં વિસ્ફોટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ બનાવની જાણ થતાં ધજાળા પોલીસ, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ પિતા-પુત્રની લાશને પોસ્ટ
સાયલાના નવાગામ ખાતે છોટા હાથીમાં વિસ્ફોટ  પિતા અને પુત્રના મોત
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લાના નવાગામ ખાત CNG છોટા હાથીમાં વિસ્ફોટ થતા પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. નવાગામની સીમમાં છોટા હાથી વાહન ઉભુ હતું ત્યારે અચાનક વિસ્ફોટ થતા સળગી ઉઠ્યું હતું. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટને કારણે છોટા હાથીમાં વિસ્ફોટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ બનાવની જાણ થતાં ધજાળા પોલીસ, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ પિતા-પુત્રની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. વિસ્ફોટ થતા જ છોટા હાથી સળગી ઉઠતા બન્ને પિતા અને પુત્ર બળીને ભડથું થઈ જતાં મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. વીંછીયા તાલુકાના ચીરોડા ગામના લાલજીભાઇ મોતીભાઇ ખોરાણી અને અમિતભાઇ લાલજીભાઇ ખોરાણી જીવતા બળીને ભડથું થઇ જતા મોત નિપજતા એમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
Tags :
Advertisement

.

×