હનુમાનજી અંગેની આ વાતથી તમે ચોક્કસ હશો અજાણ, જાણો સુંદરકાંડના પાઠનું મહત્વ
સુંદરકાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું હનુમાનજી સીતાજીની શોધમાં લંકા ગયા હતા અને લંકા ત્રિકુટાચલ પર્વત પર હતી. ત્રિકુટાચલ પર્વત એટલે ત્રણ પર્વત પેહલો સુબલ પર્વત જેના મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો નીલો પર્વત જ્યાં રાક્ષસના મહેલ છે. ત્રીજા પર્વતનું નામ સુંદર પર્વત, જ્યાં અશોક વાટિકા આવેલી છે. આ વાટિકામાં હનુમાનજી અને સીતાજી મળ્યા હતા. આ કાંડની મુખ્ય ઘટના અહીં થઇ હતી, એટ
સુંદરકાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું
હનુમાનજી સીતાજીની શોધમાં લંકા ગયા હતા અને લંકા ત્રિકુટાચલ પર્વત પર હતી. ત્રિકુટાચલ પર્વત એટલે ત્રણ પર્વત પેહલો સુબલ પર્વત જેના મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો નીલો પર્વત જ્યાં રાક્ષસના મહેલ છે. ત્રીજા પર્વતનું નામ સુંદર પર્વત, જ્યાં અશોક વાટિકા આવેલી છે. આ વાટિકામાં હનુમાનજી અને સીતાજી મળ્યા હતા. આ કાંડની મુખ્ય ઘટના અહીં થઇ હતી, એટલે જ તેનું નામ સુંદરકાંડ રાખવા માં આવ્યું છે.
શુભ પ્રસંગમાં સુંદરકાંડનો પાઠ કેમ ?
શુભ પ્રસંગ પર ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. શુભ કાર્યની શરૂવાત પેહલા સુંદરકાંડના પાઠનું વિશેષ મહત્વ હૉય છે. જયારે કોઈ વ્યક્તિના જીવનમાં વધારે મુશ્કલી હોય, કોઈ કામ થતુંના હોય, આત્મવિશ્વાશનો અભાવ હોય અને કોઈ સમસ્યા હોય તો સુંદરકાંડના પાઠ થી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ઘણા જ્યોતિષ અને સંતો વિપરીત પરિસ્થિતિમાં સુંદરકાંડનો પાઠ કરવાની સલાહ આપે છે.
સુંદરકાંડના પાઠ વિશેષ રૂપ માં કેમ કરવા માં આવે છે
માનવામાં આવે છે કે સુંદરકાંડના પાઠથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. જે લોકો નિયમિત સુંદરકાંડના પાઠ કરે તેના બધા દુઃખ દૂર થાય છે. આ કાંડમાં હનુમાનજી એ તેમની બુદ્ધિ અને શક્તિ થી સીતા માતાની શોધ કરી છે. સુંદરકાંડથી હનુમાનજીની સફળતા યાદ કરવા માં આવે છે.
સુંદરકાંડ થી કેમ મળે છે માનસિક લાભ ?
હકીકતમાં રામચરિત માનસના સુંદરકાંડની વાર્તા બધા થી અલગ જ છે. સંપૂર્ણ રામચરિત માનસ ભગવાન રામના ગુણો અને પુરુષાર્થને દર્શાવે છે. સુંદરકાંડ એ એક એવો અધ્યાય છે કે જે શ્રી રામના ભક્ત હનુમાનનું એક કાંડ છે. માનસિક રીતે જોવા જઈએ તો સુંદરકાંડ ઇચ્છાશક્તિ અને આત્મશક્તિમાં વધારો કરે છે.
સુંદરકાંડ થી કેમ મળે છે ધાર્મિક લાભ ?
સુંદરકાંડના વર્ણન થી મળે છે ધાર્મિક લાભ, હનુમાનજીની પૂજા બધીજ મનોકામના પુરી થાય તેવી પૂજા માનવા માં આવે છે. બજરંગલી જલ્દી પ્રસન્ન થાય તેવા દેવ છે, શાસ્ત્રોમાં તેમની કૃપા પામવા માટેના ઉપાય બતાવામાં આવ્યા છે. તેમાંનો એક ઉપાય સુંદરકાંડનો પાઠ કરવાનો છે. સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજીની સાથે-સાથે શ્રી રામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મિત્રો કોઈ પણ પ્રકારની મુશ્કલી હોઈ તો સુંદરકાંડના પાઠથી દૂર થાય છે. આ એક શ્રેષ્ટ અને સરળ ઉપાય છે ,એટલે સુંદરકાંડના પાઠ લોકો નિયમિત કરે છે. હનુમાનજી કપિરાજ હતા જે સમુદ્ર પાર કરી લંકા પહોંચી ગયા, જ્યાં સીતામાતાને શોધી લંકાને આગ લગાડી અને સીતા માતાનો સંદેશ લઇને ભગવાન શ્રી રામ પાસે પરત પહોંચ્યા હતા. આ એક ભક્તની વિજયનું કાંડ છે. તેમની ઈચ્છા શક્તિના બળ પર મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતા માટેના ઉપયોગી સૂત્ર આપેલા છે. આખી રામાયણમાં સુંદરકાંડ શ્રેષ્ટ માનવા માં આવે છે. કેમ કે તે વ્યક્તિનું આત્મવિશ્વાસ વધારે છે. આ કારણથી સુંદરકાંડના પાઠનું વિશેષ મહત્વ છે.
હનુમાનજીના 10 રહસ્ય
હનુમાનજીનું જન્મ સ્થાન
કર્ણાટકના કોપલ જિલ્લામાં સ્થિત હમપિની બાજુમાં વસેલું ગામ અને ગુંદીને રામાયણકાળ થી માનવા માં આવે છે. તુંગ ભદ્રા નદી પાર કરતા અને ગુંદીના માર્ગમાં પંપા નામનું સરોવર આવે છે. અહીં એક પર્વતમાં શબરી ગુફા છે જેની પાસે શબરીના ગુરુ મતંગ ઋષિના નામ પર પ્રખ્યાત 'મતંગવન' હતું. હંપીમાં ઋષ્યમુકના રામ મંદિર પાસે પહાડ આજે પણ મતંગ પર્વતના નામ થી જાણીતો છે. કહેવામાં આવે છે કે મતંગ ઋષિના આશ્રમમાં જ હનુમાનજીનો જન્મ થયો હતો. પ્રભુ શ્રી રામનો જન્મ 5114 ઇસ પૂર્વ અયોધ્યામાં થયો હતો. હનુમાનજીનો જન્મ ચૈત્ર માસની શુકલ પૂર્ણિમાના દિવસે થયો હતો.
શ્રુષ્ટિના અંત સુધી હનુમાનજી રહેશે
ઇન્દ્ર પાસેથી તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું છે. શ્રી રામના વરદાન અનુસાર શ્રુષ્ટિના અંત પર તેમને લાબું આયુષ્ય પ્રાપ્ત થશે. સીતા માતાના વરદાન અનુસાર તે ચિરંજીવી રહેશે. એ વરદાન અનુસાર દ્વાપર યુગમાં હનુમાનજી ભીમ અને અર્જુનની પરીક્ષા લે છે. કલયુગમાં તે તુલસીદારજીને દર્શન આપે છે.
આ વચન હનુમાનજી એ તુસલીદાસજીને કહ્યા હતા
'ચિત્રકૂટના ઘાટ પર ' પવનને સંદેશો.
તુલસીદાસ ચંદન ઘસે, તિલક આપે રઘુવીર'
શ્રીમદ ભાગવત અનુસાર હનુમાનજી કલયુગમાં ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે.
કપિ નામનું વાંદરું
હનુમાનજીનો જન્મ કપિ નામની વાનર જાતિમાં થયો હતો.રામાયણ ગ્રંથમાં હનુમાનજી અને તેમના સજાતીય ભાઈ સુગ્રીવ અંગદાદીના નામની સાથે ,'વાનર, કપિ, શાખામૃગ, પ્લવંગમ વગેરે વિશ્લેષણ આપ્યા છે. તેમની પૂછ, લાંગૂલ, બાલધી અને લામ થી લંકાનું દહન એ સાબિત કરે છે કે તે વાનર હતા.
રામાયણમાં વાલ્મિકીજીએ કહું કે તે ઉત્તમ પંડિત, રાજનીતિમાં ધુરંધર અને વીર-શિરોમણીના સ્વરૂપમાં પ્રગટ થયા છે. તેમને ઋષિ અને પુંછડી ધારી તરીકે વ્યક્ત કરવા માં આવે છે. તેનાથી સાબિત થાય છે કે તે વાનર જાતિના હતા.
હનુમાનજીનો પરિવાર
હનુમાનજીની માતા અંજની પૂર્વજન્મમાં પુંજિકસ્થલા નામની અપ્સરા હતા. તેમના પિતાનું નામ કપિરાજ કેસરી હતું. બ્રહ્માંડપુરાણ અનુસાર હનુમાનજી સૌથી મોટા ભાઈ છે. તેમના પછી મતિમાન, શ્રુતિમાંન, કેતુમાન, ગતિમાન, ઘ્રુતિમાન હતા. કહેવાય છે કે જયારે વર્ષો સુધી કેસરી થી અંજનાને કોઈ જ પુત્ર નહિ થતા પવનદેવના આશીર્વાદથી તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે એટલે હનુમાનજીને પવનપુત્ર કેહવામાં આવે છે. કુંતી પુત્ર ભીમ પણ પવનપુત્ર છે. હનુમાનજી રુદ્રાવતાર છે. પરાશર સંહિતા અનુસાર સૂર્યદેવને શિક્ષા આપવાની શર્ત પ્રમાણે હનુમાનજીને સૂર્વચલા નામની સ્ત્રી જોડે વિવાહ કરવો પડ્યો હતો.
આ વિઘ્નો થી હનુમાનજી રક્ષણ આપે છે
રોગ અને શોક, ભૂત-પિશાચ, શનિ, રાહુ-કેતુ અને અન્ય ગ્રહ બાધા, કોર્ટ-કચેરી, જેલ, મારણ-આકર્ષણ-દિશાપલટો, ઘટના-દુર્ઘટના થી બચવું, મંગલ દોષ , પિતૃદોષ, દેવું, ગુસ્સો,બેકારી, તણાવ-ચિંતા,શત્રુ દોષ, માયાજાળ વગેરે થી હનુમાનજી તેમના ભક્તોની રક્ષા કરે છે.
હનુમાનજીના પરાક્રમ
હનુમાનજી સર્વશક્તિમાન,સર્વજ્ઞ અને સર્વત્ર છે. બાળપણમાં સૂર્યને ગળી ગયા હતા .એક જ છલાંગમાં સમુંદ્ર પાર કરી દીધો હતો. હનુમાનજીએ સમુંદ્રમાં રાક્ષસી માયાનો વધ કર્યો હતો. લંકામાં ઘુસ્તા જ લંકિની અને અન્ય રાક્ષશોનો પણ વધ કર્યો હતો.
અશોકવાટિકાને વેરવિખેર કરી અક્ષયકુમારનો વધ કર્યો હતો. શ્રીરામના ભક્ત હનુમાનજીની પૂંછડીમાં આગ લગાડી તો તેમને લંકા સળગાવી દીધી. તેમને સીતાને વીંટી આપી, વિભીષણને રામ જોડે મેળવ્યાં, હિમાલય માંથી પહાડ ઉઠાવીને લઇ આવ્યા અને લક્ષમણના પ્રાણની રક્ષા કરી. લંકામાં કાલનેમી રાક્ષકનો વધ કર્યો,પાતાળલોકમાં જઈને રામ-લક્ષમણને છોડાવ્યા અને અહિરાવનનો વધ કર્યો. હનુમાનજીએ સત્યભામા, ગરુડ, સુદર્શન,ભીમ,અર્જુનના ઘમંડ ચુર-ચૂર કાર્ય હતા. હનુમાનજીના ઘણા પરાક્રમ છે.
હનુમાનજી પર લખેલા ગ્રંથ
તુલસીદાસજીને હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બુહક, હનુમાન સાઠીકા, સંકટમોચન હનુમાનાષ્ટક વગેરે અનેક સ્ત્રોત લખ્યા છે. તુલસીદાસજી પેહલા ઘણા સાધુ-સંતો એ પણ હનુમાનજીની શ્રદ્ધામાં સ્તુતિ લખેલી છે.
ઈન્દ્રાણી દેવતાઓના પછી હનુમાનજી પર વિભીષણ એ હનુમાન વડવાનલ સ્ત્રોતની રચના કરી હતી.સમર્થ રામદાસ દ્વારા મારુતિ સ્ત્રોત રચવામાં આવ્યો. આનંદ રામાયણમાં હનુમાન સ્તુતિ અને તેમના દુર્લભ નામ મળે છે. કાળાંતરમાં હજારો વંદના,પાર્થના ,સ્ત્રોત, સ્તુતિ, મંત્ર, ભજન લખવામાં આવેલા છે. ગુરુ ગોખનાથએ તેમના પર સાબર મંત્રની રચના કરેલી છે.
માતા જગદંબાના સેવક હનુમાનજી
રામ ભક્ત હનુમાનજી માતા જગદંબાના પણ સેવન છે. હનુમાનજીના માતાની આગળ-આગળ અને ભૈરવજી પાછળ-પાછળ.માતાના દેશભરમાં જેટલા પણ મંદિર છે. આ વિસ્તારમાં હનુમાનજી અને ભૈરવજીનું પણ મંદિર જરૂર હોય છે. હનુમાનજીની ઉભી મુદ્રા અને ભૈરવજીની મૂર્તિ મૂંડ મુદ્રામાં હોય છે. ઘણા લોકો આ વાર્તાને માતા વિષ્ણોદેવીની સાથે જોડીને જોવે છે.
સર્વશક્તિમાન હનુમાનજી
હનુમાનજી પાસે ઘણી વરદાન વાળી શક્તિઓ હતી તો પણ તે શક્તિઓ વગર પણ તે શક્તિશાળી હતા. બ્રહ્મદેવ એ હનુમાનજીને ત્રણ વરદાન આપ્યા, તેમાં તેમના પર બ્રહ્માસ્ત્ર પણ બેઅસર હતું, જે અશોક વાટિકામાં કામ આવ્યું હતું.
બાધા દેવતા પાસે તેમની પોતાની શક્તિ છે. જેમ કે વિષ્ણુની પાસે લક્ષ્મી, મહેશની પાસે પાર્વતી અને બ્રહ્માની પાસે સરસ્વતી. હનુમાનજીની પાસે તેમની પોતાની શક્તિ છે. આ બ્રહ્માંડમાં ઈશ્વર પછી કોઈ શક્તિ હોય તો તે એક હનુમાનજી છે. મહાવીર વિક્રમ બજરંગીબલીની સામે કોઈ પણ પ્રકારની માયાવી શક્તિ કામ કરતી નથી.
તેમને હનુમાનજીને જોયા
13મી શતાબ્દીમાં માધવાચાર્ય ,16મી શતાબ્દીમાં તુલસીદાસ ,17મી શતાબ્દીમાં રામદાસ, રાઘવેન્દ્ર સ્વામી અને 20મી શતાબ્દીમાં સ્વામી રામદાસ હનુમાનને જોયા હોવા નો દાવો કરે છે.હનુમાનજી તેત્રા માં શ્રીરામ,દ્વાપર માં શ્રી કૃષ્ણ અને અર્જુન અને કલિકાલ માં રામ ભક્તોની મદદ કરે છે.
Advertisement