રાજ્યમાં નકલીની ભરમાર! રાજકોટમાં RUDAનો નકલી નકશો બનાવ્યો હોવાનો ખુલાસો
Rajkot : રાજકોટમાં નકલી દસ્તાવેજોની ભરમાર વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અમુક અસામાજિક તત્ત્વોએ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA)નો નકલી નકશો બનાવી જમીનના સટ્ટાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
Advertisement
Rajkot : રાજકોટમાં નકલી દસ્તાવેજોની ભરમાર વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અમુક અસામાજિક તત્ત્વોએ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA)નો નકલી નકશો બનાવી જમીનના સટ્ટાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. આ નકલી નકશામાં રાજકોટ, પડધરી, લોધિકા અને કોટડા સાંગાણીના આસપાસના 24 ગામોને RUDAની હદમાં હોવાનું ખોટું દર્શાવવામાં આવ્યું છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં જમીનના ભાવમાં ઉછાળો આવે. છેલ્લા બે દિવસથી આ નકશો સોશિયલ મીડિયા પર ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રૂપોમાં ઝડપથી ફરી રહ્યો છે, જેનાથી જમીનના ભાવ વધારવાના ઉદ્દેશ્ય સાથે લોકોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર સ્પષ્ટ થાય છે.
Advertisement