Gujarat Education: વાલીઓ માટે રાહતના સમાચાર, પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ
રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈ મોટું નિવેદન આપ્યું હતું.
08:50 PM Mar 15, 2025 IST
|
MIHIR PARMAR
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર આવ્યા છે. બે દિવસ પહેલા રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ (Prafulbhai Panseriya) પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકનાં પરિવારની આવક મર્યાદા રૂ. 6 લાખ કરવામાં આવી શકે છે. જો કે, હવે રાજ્યનાં શિક્ષણ વિભાગે (Gujarat Education Board) આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરી છે. સાથે જ RTE પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
Next Article