જગતનો તાત મુશ્કેલીમાં: કમોસમી વરસાદને પગલે ખરીફ પાકમાં વ્યાપક નુકશાન
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ વરસેલા વરસાદને પગલે ખરીફ પાકમાં વાવેતર કરાયેલા મગફળી કપાસ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તેમનો મહામૂલો પાક ઘોવાઇ ગયોછે. તેથી સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહયાં છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેતી પાકને નુકશાન સૌથી વધુ મગફળીના પાકમાં વ્યà
Advertisement
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ વરસેલા વરસાદને પગલે ખરીફ પાકમાં વાવેતર કરાયેલા મગફળી કપાસ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તેમનો મહામૂલો પાક ઘોવાઇ ગયોછે. તેથી સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહયાં છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેતી પાકને નુકશાન
સૌથી વધુ મગફળીના પાકમાં વ્યાપક નુકશાન
જિલ્લામાં 54 હજાર હેક્ટરમાં કરાયું છે મગફળીનું વાવેતર
જિલ્લામાં ખરીફ સીઝનમાં કુલ 2 લાખ હેક્ટરમાં વાવેતર
ખેતરમાં સુકાવવા મુકેલો મગફળીનો પાક પલાળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
તંત્ર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માંગ કરી
કુલ 2 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદાજુદા પાકોનું વાવેતર કર્યું
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે , અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનમાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદાજુદા પાકોનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ 54 હજાર હેક્ટર જમીનમાં મગફળી , 33 હજાર હેક્ટરમાં સોયાબીન , 28 હજાર હેક્ટર જમીનમાં કપાસ , 14465 હજાર હેક્ટર જમીનમાં દિવેલા ,9 હજાર હેક્ટર જમીનમાં અડદ જેવા પાકોનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ જવાના આરે હતો તેવામાં આવેલ કમોસમી વરસેલા વરસાદે પાકને મોટું વ્યાપક નુકશાન કર્યું છે.
બે દિવસ દરમિયાંન જિલ્લાના છ તાલુકાઓમાં 1 ઇંચથી અડધો ઇંચ સુધી વરસાદ
છેલ્લા બે દિવસ દરમિયાંન જિલ્લાના છ તાલુકાઓમાં 1 ઇંચથી અડધો ઇંચ સુધી સાર્વત્રિક વરસાદ વર્ષ્યો છે જેના કારણે સૌથી વધુ નુકશાન મગફળીના પાકને થયું છે ત્યારે પાક નુકશાન અંગે જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ખાતે અમારી ટિમ પહોંચી હતી ત્યારે આ કંપાના ખેડૂતોએ કુલ 1200 વીઘા જમીનમાં માત્ર મગફળીનું વાવેતર કર્યું હતું મગફળીના વાવેતર બાદ ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા રાખી મગફળીનો પાક બહાર કાઢી સુકાવવા માટે મુક્યો હતો
મગફળી કાળી પડી ગઈ છે જેથી આવી મગફળી ટેકાના ભાવે પણ રિજેક્ટ
પંથકમાં વરસાદ વરસતા આ તમામ ખેડૂતોનો પાક પલળી જતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે, પાકની પરિસ્થિતિ જોતા મગફળીમાં ભેજ જતો રહેતા મગફળી કાળી પડી ગઈ છે જેથી આવી મગફળી ટેકાના ભાવે પણ રિજેક્ટ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે અકાળે વરસેલા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ ને ખેડૂતો આ માટે તંત્ર યોગ્ય સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ કરી રહયાં છે ઉલ્લેખનીય છે કે આવી સ્થતિ આ એક કેમ્પના ખેડૂતોની નહિ પણ જિલ્લાના અનેક ખેડૂતોની થઇ છે.


