મોરબીમાં ખેડૂતોનો હુંકાર : જમીન સંપાદન અને વીજલાઇનના પ્રશ્ને ટંકારામાં ટ્રેક્ટર મહારેલી સાથે કલેક્ટર કચેરીએ કૂચ
- મોરબીના ટંકારામાં કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર મહારેલી
- ખેડૂત મહાસભા બાદ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચશે ખેડૂતો
- ખેતરોમાંથી પસાર થતી વીજલાઇનને કારણે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
- ખેતરમાં વીજલાઇન પસાર થાય તે ખેતરો બિનખેતી થતા નથી
- વીજલાઇન આસપાસ મકાન કે ગોડાઉન પણ બનાવી નથી શકાતા
- ખાનગી કંપનીઓના કારણે ખેતીની જમીનના ભાવ ઘટતા ખેડૂતોનો વિરોધ
Morbi : મોરબી જિલ્લાના ટંકારા ખાતે આજે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે એક વિશાળ ટ્રેક્ટર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂત મહાસભા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પોતાની માંગણીઓ રજૂ કરવા પહોંચશે.
આ આંદોલનનું મુખ્ય કારણ ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીઓની હાઈ-ટેન્શન વીજલાઇનો છે, જેના કારણે ખેડૂતોને પોતાની જમીન બિનખેતી (NA) કરાવવામાં તેમજ ખેતરમાં મકાન કે ગોડાઉન બનાવવા પર કાયદાકીય નિયંત્રણોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વીજલાઇનોને લીધે ખેતીલાયક જમીનના બજાર ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતોમાં ભારે રોષ છે, અને તેઓ કેન્દ્ર સરકારની નવી SOP-2025 મુજબ જમીનનું 4 ગણું વળતર મળે તેવી આક્રમક માંગ કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રેલીની મંજૂરી બાબતે પ્રવર્તતા પેચ વચ્ચે ખેડૂતો પોતાના હક માટે મક્કમ હોવાથી પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણની શક્યતા પણ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : Morbi: ટંકારામાં કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર મહારેલી


