Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh ના આલીધ્રા ગામના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

Junagadh: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના દીલીપ ભાઈ ફળદુ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પંચસતરીય મોડેલ ઉભુ કર્યું છે.પ્રાકૃતિક ખેતી દ્વારા તમામ પ્રકાર ના ફળો. શાકભાજીનુ વાવેતર કરી રહ્યા છે.સાથે ધાન્ય પાકોમા પણ એક બીજા ધાન્ય સાથે વાવેતર કરી પોતાની જણસના ખૂબ ઉંચા ભાવ મેળવે છે.
Advertisement
  • જૂનાગઢના (Junagadh) આલીધ્રા ગામના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
  • ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી આવક મળવતા થયા
  • ખેડુતો હાલ પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ સમૃધ્ધ બન્યા
  • દીલીપભાઈ ફળદુ છેલ્લા દસ વર્ષથી કરે છે પ્રાકૃતિક ખેતી
  • પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડેલ ઉભુ કર્યું છે
  • ખેતરમાં જીવામૃતનો પ્લાન્ટ પણ ઉભો કર્યો છે
  • જમીન બંજર બનતા અટકી સાથે પાણીના સ્તર ઉંચા આવ્યા

Junagadh: ગુજરાતના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકોના કારણે વધતા જતા ખર્ચ અને જમીનની ઘટતી જતી ફળદ્રુપતા વચ્ચે હવે પ્રાકૃતિક ખેતી (Natural farming) ખેડૂતો માટે આશાનું કિરણ બની છે.ત્યારે જૂનાગઢ (Junagadh) જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના દીલીપભાઈ ફળદુ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડેલ ઉભુ કર્યું છે. દીલીપભાઈએ પોતાના ખેતરમાં જીવામૃત પ્લાન્ટ ઉભો કર્યો છે. જીવામૃત (દેશી ગાયના છાણ-મૂત્ર આધારિત પ્રાકૃતિક ખાતર) ડ્રિપ ઇરિગેશન દ્વારા પાકોને આપવામાં આવે છે. આનાથી રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી.

Advertisement
Tags :
Advertisement

.

×