Dhoraji ના કૈલાશનગર સીમ વિસ્તારમાં સાવજની ડણક
Gujarat: રાતે ખેતરમાં સાવજની ડણક સંભળાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ ધોરાજીના કૈલાશનગર પાછળના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આંટાફેરા ઘટનાની જાણ થતા વન વિભાગે પણ મોડી રાત્રે જંગલ ખૂંદી વળ્યું હતું Gujarat: સૌરાષ્ટ્રમાં હવે જંગલના રાજા સિંહે (lion)...
Advertisement
- Gujarat: રાતે ખેતરમાં સાવજની ડણક સંભળાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ
- ધોરાજીના કૈલાશનગર પાછળના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આંટાફેરા
- ઘટનાની જાણ થતા વન વિભાગે પણ મોડી રાત્રે જંગલ ખૂંદી વળ્યું હતું
Gujarat: સૌરાષ્ટ્રમાં હવે જંગલના રાજા સિંહે (lion) રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવા માહોલ વચ્ચે હવે સાવજની ડણક સંભળાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ધોરાજીના કૈલાશનગર પાછળના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આંટાફેરા અને ગર્જનાઓને કારણે ખેડૂતોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ હવે સ્વબચાવ માટે ફટાકડા ફોડીને જાગતા રહેવું પડે છે. ઘટનાની જાણ થતા વન વિભાગે પણ મોડી રાત્રે જંગલ ખૂંદી વળ્યું હતું.
Advertisement


