ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાંજ પડતાજ ગામ કે થઇ જાય છે સુમસામ : મોડાસાના ગઢડા ગામે દીપડાનો ડર : વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવા માંગ

અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસા (Modasa) તાલુકામાં આવેલા ગઢડા (GAdhda) ગામે છેલા બે દિવસથી દીપડો (Leopards) દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. દીપડાએ બે પશુનું મારણ કરતા સાંજના સમયે ગામ સુમસામ બની જઈ લોકો પણ ઘરોની બહાર નીકળવાનું ટાળી રહયા છે ત્યારે વન વિભાગ (Forest Department) દ્વારા દીપડાને પકડવા નક્કર પગલાં ભરી લોકોને ભય મુક્ત કરાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા આવેલા ગ
03:27 PM Feb 04, 2023 IST | Vipul Pandya
અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસા (Modasa) તાલુકામાં આવેલા ગઢડા (GAdhda) ગામે છેલા બે દિવસથી દીપડો (Leopards) દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. દીપડાએ બે પશુનું મારણ કરતા સાંજના સમયે ગામ સુમસામ બની જઈ લોકો પણ ઘરોની બહાર નીકળવાનું ટાળી રહયા છે ત્યારે વન વિભાગ (Forest Department) દ્વારા દીપડાને પકડવા નક્કર પગલાં ભરી લોકોને ભય મુક્ત કરાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા આવેલા ગ
અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસા (Modasa) તાલુકામાં આવેલા ગઢડા (GAdhda) ગામે છેલા બે દિવસથી દીપડો (Leopards) દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. દીપડાએ બે પશુનું મારણ કરતા સાંજના સમયે ગામ સુમસામ બની જઈ લોકો પણ ઘરોની બહાર નીકળવાનું ટાળી રહયા છે ત્યારે વન વિભાગ (Forest Department) દ્વારા દીપડાને પકડવા નક્કર પગલાં ભરી લોકોને ભય મુક્ત કરાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે 
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા આવેલા ગઢડા ગામની સીમમાં બે દિવસ આગાઉ દીપડાએ દેખા દીધા બાદ પશુનું મારણ કરતા આસપાસ ના શામપુર, લાલપુર, નવા સહિતના પાંચથી વધુ ગામોના લોકોમાં ભયનો માહોલ છે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો પરિવાર શામપુર, ગઢડા આસપાસના ડુંગરમાં દેખા દેતા ખેડૂતો તેમજ ગ્રામજનો રાત્રીના સમયે બહાર નીકળતા ડરી રહયા છે ખાસ કરીને દીપડાના ડર થી પશુપાલકોએ ડુંગર પાસે પોતાના ખેતરોમાં બનાવેલા તબેલા પણ ખાલી કરવાની ફરજ પડી છે ત્યારે વન વિભાગ દ્વારા આ યોગ્ય કાર્યવાહી કરી દીપડાને પાંજરે પુરી લોકોને ભય મુક્ત કરાય તેવું દર્શન પટેલ સહિતના સ્થાનિકો ઇચછી રહ્યા છે.
તબેલા તેમજ ખેતરે જતા પણ લોકો ડરી રહ્યા છે
ખાસ કરીને આ પાંચ ગામોમાં 10 થી વધુ પશુપાલકોના તબેલા ડુંગરની તળેટીમાં આવેલા છે ઉપરાંત ખેતરો પણ ડુંગરની નજીક આવેલા હોવાને પગલે પશુપાલકો પણ પોતાના તબેલાઓમાં જતા તેમજ ખેતરમાં પાણી વાળવા જતા ડરી રહયા હહે સાંજના સુમારે ગામની ગલીઓ જાણેકે સુમસામ ભાસે છે લોકો પોતાના ઘરોની બહાર પણ નીકળવાનું ટાળી રહયા છે બીજી તરફ હાલ લગ્નસારાની સીઝન ચાલી રહી છે તેવામાં દીપડાના દરે લોકોની જિંદગી મુશ્કેલીમાં મૂકી હોવાનું સ્થાનિક ગૃહિણી ગીતાબેને જણાવ્યું હતું.

વન વિભાગે પાંજરું મૂક્યું પણ દીપડો હજી નથી પુરાયો પાંજરે
બીજી તરફ ગામમાં દીપડાએ પશુનું મારાં કરવાની વાત વન  વિભાગને જાણ થતા વન વિભાગ દ્વારા ગામે જઈ મૃતક પશુ અંગે પંચનામું સહિતની કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરવાં માટે પણનજરું મુકવામાં આવ્યું હોવાનું એ એમ મકવાણા વનપાલે જણાવ્યું હતું  ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેખા દેતા દીપડાનો પરિવારની જોડી અવાર નવાર આસપાસના ગામોમાં જોવા મળી રહ્યો છે ત્યારે વેન વિઅભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરી અન્ય સ્થળે ખસેડાય તે જરૂરી છે.
આ પણ વાંચો - રાજ્યમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાનો અરવલ્લી જિલ્લામાંથી પ્રારંભ કરાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArvalliGadhdavillageGujaratFirstLeopardsmodasa
Next Article