ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફેનિલે ફ્લિપકાર્ટ પરથી મંગાવ્યું ચપ્પુ, ક્રિમિનલ સાયકોલોજી પાછળ ટી.વી.શો પણ કારણભૂત

રાજ્યમાં ચકચાર મચાવનાર સુરતની  ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ ભારે ચકચાર મચાવી છે, ત્યારે આજે  હત્યારા ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામો આવી છે. જેમાં ફેનિલની આ ઘાતકી માનસિકતા અને ક્રિમિનલ સાયકોલોજી પાછળ ટી.વી.શો પણ કારણભૂત રહ્યાં છે. તપાસમાં હત્યારા ફેનિલ ગોયાણીની માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને  ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. à
07:00 AM Feb 21, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં ચકચાર મચાવનાર સુરતની  ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ ભારે ચકચાર મચાવી છે, ત્યારે આજે  હત્યારા ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામો આવી છે. જેમાં ફેનિલની આ ઘાતકી માનસિકતા અને ક્રિમિનલ સાયકોલોજી પાછળ ટી.વી.શો પણ કારણભૂત રહ્યાં છે. તપાસમાં હત્યારા ફેનિલ ગોયાણીની માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને  ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. à
રાજ્યમાં ચકચાર મચાવનાર સુરતની  ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ ભારે ચકચાર મચાવી છે, ત્યારે આજે  હત્યારા ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામો આવી છે. જેમાં ફેનિલની આ ઘાતકી માનસિકતા અને ક્રિમિનલ સાયકોલોજી પાછળ ટી.વી.શો પણ કારણભૂત રહ્યાં છે. તપાસમાં હત્યારા ફેનિલ ગોયાણીની માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને  ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. એટલું જ નહીં, તેણે વેબસાઇટ ઉપર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય તેની પણ તપાસ કરી હતી. આ સાથે ફેનિલે ગળું કાપીને હત્યા કઇ રીતે કરવી તે પણ સોશિયલ મીડિયામાં જોયું હતુ. 
ગળું કાપીને હત્યા કરવા માટે તેણે ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર કર્યો
હત્યા કરવા માટે ક્રાઇમ પેટ્રોલની અલગ અલગ સિરિઝ પણ જોઇ હતી. ફેનિલે જે દિવસે ગ્રિષ્માની હત્યા કરી તે પ્લાન તેના મગજમાં પહેલાથી જ હતો. સવારથી જ તેણે આ અંગેનું પ્લાનિંગ કર્યુ હતું. ફેનિલ હત્યા કેવી રીતે કરવી તે માટે ઘણાં દિવસોથી 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી.હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની અનેક સિરિયલો પણ જોઈ હતી, જેમાંથી તે હત્યા સહિતની અનેક વસ્તુઓ શીખ્યો હતો.એફએસએલ તપાસમાં સામે આવ્યું છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા હતા. 
હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી 
ગળું કાપીને હત્યા કરવા માટે તેણે ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. પરંતુ તે મોડેથી મળવાનો હોવાના કારણે તેણે ઓર્ડર રીજેક્ટ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યારબાદ તેણે ગ્રિષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ ખરીદ્યું. હાલમાં પોલીસે કબજે કરી લીધો છે.નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીના દિવસે આ ખૂની ખેલ ખેલાયો હતો તે દિવસે ફેનિલે કોલેજ પાસેથી ગ્રીષ્માનો પીછો કર્યો હતો. તેણે 6 જાન્યુઆરીના રોજ ચપ્પુ પણ ખરીદ્યું હતું.હત્યા કેવી રીતે કરવી? એ શીખવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી હતી.હત્યા પહેલાં સવારે ક્રાઇમ પેટ્રોલ જોઇને નીકળ્યો હતો. 

કોલેજ પાસેથી જ ફેનિલે તેનો પીછો કર્યો
ગ્રીષ્મા કોલેજથી ઘરે જવા નીકળી ત્યારે કોલેજ પાસેથી જ ફેનિલે તેનો પીછો કર્યો હતો. ફેનિલ પીછો કરતો હોવાથી ગ્રીષ્માએ સંબંધીને બોલાવ્યા હતાં. ફોન કરતા તેના ફોઈ ગ્રીષ્માને લેવા અમરોલી ગયા હતા. તે ગ્રીષ્માને લઈને ઘરે પહોંચ્યા ત્યારે ફેનિલ પણ પાછળ પાછળ આવ્યો હતો. આ ગોઝારી ઘટનામાં ગ્રીષ્માને બચાવવા જતા ભાઇ અને મોટા પપ્પા પણ ઇજાગ્રસ્ત થયા હતા. 

 આસપાસના સીસીટીવી ફૂટેજને પણ ચકાસીને તેને પુરાવા તરીકે બનાવ્યા
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજને પણ ચકાસીને તેને પુરાવા તરીકે બનાવ્યા છે. ફેનિલે જે દિવસે ગ્રિષ્માની હત્યા કરી તે પ્લાન તેના મગજમાં પહેલાથી જ હતો. સવારથી જ આ અંગેનું પ્લાનિંગ કરી રહ્યો હતો. પોલીસે તેનો જે મોબાઇલ કબજે લીધો હતો.ઘટનાસ્થળે વીડિયો ઉતારનારા લોકોના ફોનમાંથી પણ પોલીસે વીડિયો-ક્લિપ લઈ તેનો પુરાવા તરીકે ઉપયોગ કર્યો છે.સોમવારે 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવી શકે છે. જે માટે રવિવારે રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી, તપાસ અધિકારી સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી.
Tags :
crimesuratfenilgoyanipsycologygrishmavekariyacaseGujaratFirstwomenaginstcrime
Next Article