લખનૌની લેવાના હોટલમાં ભીષણ આગ, બારીઓ તોડીને લોકોને બહાર કઢાયા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ (Lucknow)ની લેવાના હોટલ (Levana Hotel)માં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ હોટલ લખનૌના હઝરતગંજ (Hazratganj) વિસ્તારમાં છે. લેવાના હોટલમાં આગ લાગવાની માહિતી મળતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ હોટલના રૂમમાં ઘણા લોકો ફસાયેલા છે, તથા આગના કારણે ઘણા લોકો દાઝી ગયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હોટલમાં ફસાયેલા લોકોને બારીઓ તોડીને બહાર કાઢવામાં આવી રહ્
Advertisement
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ (Lucknow)ની લેવાના હોટલ (Levana Hotel)માં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ હોટલ લખનૌના હઝરતગંજ (Hazratganj) વિસ્તારમાં છે. લેવાના હોટલમાં આગ લાગવાની માહિતી મળતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ હોટલના રૂમમાં ઘણા લોકો ફસાયેલા છે, તથા આગના કારણે ઘણા લોકો દાઝી ગયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હોટલમાં ફસાયેલા લોકોને બારીઓ તોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તાજા સમાચાર મુજબ આ ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે.
લેવાના હોટેલ લખનૌના સૌથી પોશ વિસ્તાર હઝરતગંજમાં આવેલી છે. તે લખનૌ રેલ્વે સ્ટેશનથી માત્ર 10 મિનિટ દૂર છે. હોટલની નજીક હઝરતગંજ મેટ્રો સ્ટેશન પણ છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર હોટલમાં લાગેલી આગ ખૂબ જ ગંભીર છે. હોટલની અંદર ઘણા લોકો ફસાયેલા છે. ઈમરજન્સી એક્ઝિટ તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત લોકોને બહાર કાઢવા માટે હોટલની બારીઓ પણ તોડી નાખવામાં આવી છે. દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ લઈ જવા માટે ચાર એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે.આગના ધુમાડાને કારણે ઘણા લોકો બેહોશ થઈ ગયા છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ હોટલની અંદર ધુમાડાના ગોટેગોટા છે. ફાયર બ્રિગેડની ટીમ રૂમમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે પ્રયાસ કરી રહી છે. બારીઓ પણ તોડી નાખવામાં આવી રહી છે. ફાયર વિભાગની અડધો ડઝનથી વધુ ગાડીઓ સ્થળ પર હાજર છે.
આ સિવાય લખનૌ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ આજે સવારે 6 વાગ્યાની આસપાસ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને રૂમ ધુમાડાથી ભરાઈ ગયો. લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમને સૌથી મોટી સમસ્યા લોકોને રૂમમાંથી બહાર કાઢવાની છે. અત્યાર સુધીમાં ઘણા લોકોને બહાર કાઢ્યા છે અને જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.


