Ahmedabad માં લોન રિકવરીના નામે મારામારી, ભોગ બનનાર યુવક અને તેના પરિવારને માર્યો માર!
અમદાવાદમાં લોન રિકવરી બાબતે માર મારવાના કેસમાં પોલીસે ફરિયાદના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
Advertisement
અમદાવાદના આનંદનગરમાં યુવકને લોન રિકવરી આવેલા શખ્સોએ ભેગા મળીને માર માર્યો હતો. યુવકને છોડવવા માટે તેના સંબંધીઓ અને મિત્રો વચ્ચે આવ્યા તો તેમને પણ રિકવરી માટે આવેલા શખ્સોએ મળીને દંડા અને છરી વડે માર મારીને પથ્થરમારો કર્યો હતો. આસપાસની ગાડીઓના પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપી ફરાર છે.
Advertisement