ફિલ્મ અભિનેતા અને ક્રિટીક કમાલ આર ખાન (KRK)ની ધરપકડ
અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK) ફરી એકવાર ચર્ચામાં છે. મલાડ પોલીસે કેઆરકેની ધરપકડ કરી છે. વિવાદોમાં રહેલા કેઆરકે વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા છે.કમાલ આર ખાન પોતાના એક ટ્વિટના કારણે મુશ્કેલીમાં છે. જાણવા મળ્યા મુજબ કેઆરકે વિરુદ્ધ કાર્યવાહી એક વિવાદાસ્પદ ટ્વિટના કારણે કરવામાં આવી છે. મલાડ પોલીસે કમાલ àª
03:48 AM Aug 30, 2022 IST
|
Vipul Pandya
અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK) ફરી એકવાર ચર્ચામાં છે. મલાડ પોલીસે કેઆરકેની ધરપકડ કરી છે. વિવાદોમાં રહેલા કેઆરકે વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા છે.
કમાલ આર ખાન પોતાના એક ટ્વિટના કારણે મુશ્કેલીમાં છે. જાણવા મળ્યા મુજબ કેઆરકે વિરુદ્ધ કાર્યવાહી એક વિવાદાસ્પદ ટ્વિટના કારણે કરવામાં આવી છે. મલાડ પોલીસે કમાલ આર ખાનની એરપોર્ટ પરથી અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી.
2020માં કમાલ આર ખાને કરેલા વિવાદીત ટ્વિટમાં પોલીસે તેમની ધરપકડ કરી હોવાનું જણાવાઇ રહ્યું છે.તેમને બોરીવલી કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
Next Article