કોમનવેલ્થ ગેમ્સ માટે જઇ રહેલા ખેલાડીઓને PM MODIનો મંત્ર, જાણો શું કહ્યું
આગામી થોડા દિવસોમાં બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ-2022 શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતના ખેલાડીઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને શુભેચ્છા પાઠવી હતી. ખેલાડીઓ સાથે વાત કરતાં પીએમ મોદીનો અલગ અંદાજ પણ જોવા મળ્યો હતો. ખેલાડીઓને સંબોધિત કરતી વખતે તેઓ એક ડાયલોગ બોલ્યા અને કહ્યું કે કોઈની ટક્કર નથી, તમે ક્યાં આ à
06:44 AM Jul 20, 2022 IST
|
Vipul Pandya
આગામી થોડા દિવસોમાં બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ-2022 શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતના ખેલાડીઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને શુભેચ્છા પાઠવી હતી.
ખેલાડીઓ સાથે વાત કરતાં પીએમ મોદીનો અલગ અંદાજ પણ જોવા મળ્યો હતો. ખેલાડીઓને સંબોધિત કરતી વખતે તેઓ એક ડાયલોગ બોલ્યા અને કહ્યું કે કોઈની ટક્કર નથી, તમે ક્યાં આ ચક્કરમાં પડ્યા છો.
પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓને સંબોધિત કર્યા હતા, જેમાં વિવિધ ક્ષેત્રના ખેલાડીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને કહ્યું કે, જે ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે તેઓ પણ પોતાની છાપ છોડશે. પીએમે કહ્યું કે તમે બધા જાણો છો કે કેવી રીતે રમવું, તમારે કઈ રણનીતિ અપનાવવી છે.
ખેલાડીઓને મંત્ર આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું એટલું જ કહીશ કે પૂરા દિલથી રમો, પૂરી તાકાતથી રમો અને કોઈપણ ટેન્શન વિના રમો. પીએમે આ સાથે કહ્યું કે તમે જૂનો ડાયલોગ તો સાંભળ્યો જ હશે કે કોઈની ટક્કર નથી, તમે ક્યાં આ ચક્કરમાં પડ્યા છો. આ વલણ સાથે તમારે ત્યાં જઈને રમવાનું છે.
પીએમ મોદીએ ખેલાડીઓને કહ્યું - છવાઇ જાવ નવયુવાનો, બતાવી દો જમાનાને નવું હિન્દુસ્તાન, નવા ભારતની શક્તિ. વડાપ્રધાને પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા 65 ભારતીય ખેલાડીઓને ખાસ કહ્યું કે, "હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે તમે તમારી છાપ છોડશો. હું એટલું જ કહીશ કે મન ભરીને રમો, પૂરી તાકાતથી રમો અને કોઈપણ ટેન્શન વગર રમો
ઉલ્લેખનિય છે કે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 8 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે કોમનવેલ્થ બર્મિંગહામમાં યોજાઈ રહી છે. આ વખતે ભારતીય ટીમમાં 300 થી વધુ ખેલાડી છે, તેથી ભારત તેના જૂના પ્રદર્શનને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Koo Appइस बार आप सभी खिलाड़ी, आपके कोच, उत्साह से, जोश से भरे हैं। जिनके पास पहले से कॉमनवेल्थ गेम में खेलने का अनुभव है, उनको खुद को दोबारा आजमाने का मौका है। जो 65 से ज्यादा एथलीट पहली बार इस टूर्नामेंट में हिस्सा ले रहे हैं, मुझे विश्वास है कि वो भी अपनी जबरदस्त छाप छोड़ेंगे।- Arjun Ram Meghwal (@ArjunRamMeghwal) 20 July 2022
Next Article