ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો કેમ આલિયા ભટ્ટ નર્વસ ફીલ કરી રહી છે

બોલીવુ઼ડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છે. અભિનેત્રી આ ફિલ્મમાં ગેલ ગેડોટ સાથે કામ કરતી જોવા મળશે. હોલિવુડમાં ઉડાન એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા મહિને અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. સાથે જ આ પહેલાં રિલિઝ થયેલી તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હિટ થઈ à
11:45 AM May 19, 2022 IST | Vipul Pandya
બોલીવુ઼ડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છે. અભિનેત્રી આ ફિલ્મમાં ગેલ ગેડોટ સાથે કામ કરતી જોવા મળશે. હોલિવુડમાં ઉડાન એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા મહિને અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. સાથે જ આ પહેલાં રિલિઝ થયેલી તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હિટ થઈ à
બોલીવુ઼ડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છે. અભિનેત્રી આ ફિલ્મમાં ગેલ ગેડોટ સાથે કામ કરતી જોવા મળશે. 
હોલિવુડમાં ઉડાન 
એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા મહિને અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. સાથે જ આ પહેલાં રિલિઝ થયેલી તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હિટ થઈ હતી. હવે અભિનેત્રીએ હોલીવુડની ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાનું નક્કી કરી દીધું છે. આલિયા ભટ્ટ હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે હોલીવુડ અભિનેત્રી ગેલ ગેડોટ પણ હશે. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે અને કેટલીક ખાસ વાતો પણ કહી છે.
 

સિમ્પલ લુક કેરી કર્યો
આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે કારમાં પાછળની સીટ પર બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ હળવા મેક-અપ સાથે સિમ્પલ લુક કેરી કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. પોતાનો ક્યૂટ ફોટો શેર કરતા આલિયાએ લખ્યું કે તે ખૂબ જ નર્વસ ફીલ કરી રહી છે

હોલીવુડ ફિલ્મના શૂટિંગ માટે નીકળી 
આલિયા ભટ્ટે ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું- 'આજે હું મારી પહેલી હોલીવુડ ફિલ્મના શૂટિંગ માટે નીકળી ગઈ છું. અત્યારે હું સંપૂર્ણપણે ન્યુકમર જેવું ફીલ કરી રહી છું. એવું લાગે છે કે નવી શરુઆત થઇ રહી છે. હું આને લઈને ખૂબ જ નર્વસ છું. ત્યારબાદ અભિનેત્રીએ લોકોને તેની શુભકામનાઓ આપવા કહ્યું. 
આલિયાની પોસ્ટ પર સેલેબ્સે કોમેન્ટ્સ આપી 
અર્જુન કપૂરે આલિયા ભટ્ટની પોસ્ટ પર લખ્યું- 'ઇન્ટરનેશનલ પ્લેયર.' તો ત્યાં જ કરણ ટક્કરે તેને શુભેચ્છા પાઠવી. આ સિવાય મનીષ મલ્હોત્રા, સોની રાઝદાન, રિદ્ધિમા કપૂર, પૂજા ભટ્ટે આલિયાને ખૂબ પ્રેમ અને શુભેચ્છાઓ આપી હતી. આલિયાના ફેન્સ પણ તેને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું- 'તમે ત્યાં પણ ખૂબ સારું કરશો.' તો બીજાએ લખ્યું- 'આલિયા તું સર્વશ્રેષ્ઠ છે, ગભરાશો નહીં. તું વિદેશમાં પણ ભારતનું નામ રોશન કરશે.'
Tags :
aliabhattAliaBhattInstagramAliaBhattUpcomingFilmGujaratFirst
Next Article