Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar જિલ્લા પંચાયત કચેરીમાં વહેલી સવારે લાગી આગ

Jamnagar Panchayat Fire: જામનગર (Jamnagar) જિલ્લા પંચાયત કચેરીમાં આજે વહેલી સવારે આગની ઘટના ઘટતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પંચાયતના બીજા માળે આવેલા હેલ્થ વિભાગમાં (Health Department) આગ લાગવાને કારણે મોટાપાયે નુકસાન થયું છે.
Advertisement
  • Jamnagar જિલ્લા પંચાયત કચેરીમાં લાગી આગ
  • વહેલી સવારે પંચાયતના બીજા માળે આગ લાગી
  • આગમાં જરૂરી ફાઇલો સહિતની સામગ્રી બળીને ખાખ
  • 10 કોમ્પ્યુટર, 2 એસી, મહત્વના સરકારી કાગળો બળીને ખાક
  • આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ

Jamnagar Panchayat Fire: જામનગર (Jamnagar) જિલ્લા પંચાયત (District Panchayat) ભવનમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. કચેરીના બીજા માળે આવેલા આરોગ્ય વિભાગના રૂમમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ જામનગર મહાનગરપાલિકાની (Municipal Corporation) ફાયર ફાઇટરની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આ ભીષણ આગમાં આરોગ્ય વિભાગને મોટું નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ, કચેરીમાં રાખેલા 10 કમ્પ્યુટર (Computers), 2 એસી (AC) અને અન્ય ફર્નિચર આગની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ વિભાગમાં રહેલા અનેક મહત્વના સરકારી કાગળો અને ફાઇલો (Official Files) બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાની વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×