લાઠી પાસેના દુધાળા ગામે નારણ સરોવરમાં ડૂબવાથી પાંચ કિશોરોના મોત, બે કિશોર એક જ પરિવારના
અમરેલી જિલ્લાના લાઠી નજીક આવેલા દુધાળા ગામામાં આવેલા નારણ સરોવરની અંદર ડૂબી જવાના કાપણે પાંચ કિશોરોના મોત થયા છે. જેના કારણે દુધાળા ગામમાં શોકનો માહોલ ઉભો થયો છે. ગામના પાંચ કિશોરોના મોત થવાના કારણે ગામ આખું હિબકે ચડ્યું છે. તો ઘટનાના પગલે પોલીસ અને સરકારી તંત્ર પણ દોડતું થયું છે.મળતી માહિતિ પ્રમાણે લાઠીના દુધાળા ગામ નજીક વિશાળ નારાયણ સરોવર આવેલું છે. જેમાં આજે બપોરે ગામના પાંચ
Advertisement
અમરેલી જિલ્લાના લાઠી નજીક આવેલા દુધાળા ગામામાં આવેલા નારણ સરોવરની અંદર ડૂબી જવાના કાપણે પાંચ કિશોરોના મોત થયા છે. જેના કારણે દુધાળા ગામમાં શોકનો માહોલ ઉભો થયો છે. ગામના પાંચ કિશોરોના મોત થવાના કારણે ગામ આખું હિબકે ચડ્યું છે. તો ઘટનાના પગલે પોલીસ અને સરકારી તંત્ર પણ દોડતું થયું છે.
મળતી માહિતિ પ્રમાણે લાઠીના દુધાળા ગામ નજીક વિશાળ નારાયણ સરોવર આવેલું છે. જેમાં આજે બપોરે ગામના પાંચ કિશોરો ન્હાવા માટે પડ્યા હતા. ત્યારબાદ આ કિશોરોનો કોઇ પત્તો ના મળતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન પાંચેય કિશોરોના મૃતદેહ મળ્યા હતા. જેથી તેમના પરિવારમાં માતમ છવાયો છે. ઉપરાંત જે પાંચ કિશોરોના મોત થયા છે, તેમાંથી બે યુવાનો તો એક જ પરિવારના હતા.
તો આ તરફ પાંચ યુવાનો ડૂબ્યા હોવાની જાણ થતા જ મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. આ સિવાય લાઠી તથા દુધાળા ગામના લોકો પણ ઉમટ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરીને પાંચેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ બે કલાકની શોધખોળ બાદ તેમના મૃતદેહ મળ્યા હતા.
મૃતક કિશોરો
1)વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર 16 વર્ષ
2)નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર 16 વર્ષ
3)રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર 16 વર્ષ
4)મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર 17 વર્ષ
5) હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર 18 વર્ષ
આ પાંચેય કિશોરો લાઠી શહેરના રહેવાસી છે. જેઓ દુધાળામાં આવેલા આ સરોવરની અંદર ન્હાવા માટે આવ્યા હતા. જ્યાં ડૂબવાના કારણે તેમના મોત નિપજ્યા છે.


