ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Video : ગુજરાતના પ્રથમ લોકગાયક જે કાર્યક્રમ માટે ચાર્ટર પ્લેનમાં ઈન્દૌર પહોંચ્યા

ગુજરાતી લોક સાહિત્યના લોકગાયક કિર્તીદાન ગઢવી આજે ડાયરાની દુનિયાનું એક ઘરેણું છે. ડોલરની ઘોળ હોય કે, સોના-ચાંદીના સિક્કાની ઘોળ, કિર્તીદાન ગઢવીના ડાયરમાં અવનવા રેકોર્ડ અને કિર્તિમાનો સ્થાપિત થાય છે ત્યારે આજે લોકગાયક કિર્તીદાન ગઢવીના નામે વધુ એક કિર્તીમાન સ્થાપિત થયો...
09:27 PM May 14, 2023 IST | Viral Joshi
ગુજરાતી લોક સાહિત્યના લોકગાયક કિર્તીદાન ગઢવી આજે ડાયરાની દુનિયાનું એક ઘરેણું છે. ડોલરની ઘોળ હોય કે, સોના-ચાંદીના સિક્કાની ઘોળ, કિર્તીદાન ગઢવીના ડાયરમાં અવનવા રેકોર્ડ અને કિર્તિમાનો સ્થાપિત થાય છે ત્યારે આજે લોકગાયક કિર્તીદાન ગઢવીના નામે વધુ એક કિર્તીમાન સ્થાપિત થયો...

ગુજરાતી લોક સાહિત્યના લોકગાયક કિર્તીદાન ગઢવી આજે ડાયરાની દુનિયાનું એક ઘરેણું છે. ડોલરની ઘોળ હોય કે, સોના-ચાંદીના સિક્કાની ઘોળ, કિર્તીદાન ગઢવીના ડાયરમાં અવનવા રેકોર્ડ અને કિર્તિમાનો સ્થાપિત થાય છે ત્યારે આજે લોકગાયક કિર્તીદાન ગઢવીના નામે વધુ એક કિર્તીમાન સ્થાપિત થયો છે.

અમદાવાદથી ખાસ પ્લેનમાં ઈન્દૌર પહોંચ્યા

કિર્તીદાન ગઢવી પોતાના એક કાર્યક્રમ માટે ચાર્ટર પ્લેન મારફતે ઈન્દૌર પહોંચ્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતના પ્રથમ લોકગાયક છે કે જેઓ ચાર્ટર પ્લેનમાં મુસાફરી કરી પોતાના કાર્યક્રમમાં પહોંચ્યા હોય. તેઓ અમદાવાદથી ખાસ ચાર્ટર પ્લેનમાં ઈન્દૌર પહોંચ્યા છે.

ઈન્દૌરમાં ડાયરો

મધ્યપ્રદેશના ઇન્દૌરમાં કનકેશ્વરીદેવીની કથામાં રવિવારે રાત્રે કીર્તિદાન ગઢવીની ભજનસંધ્યાનું આયોજન ઈન્દૌર-2ના ધારાસભ્ય રમેશ મંડોલા અને તેમના મિત્ર સર્કલ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત રહેવા કિર્તીદાન ગઢવી ઈન્દૌર પહોંચ્યા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો

આ સાથે કિર્તીદાન ગઢવીએ પોતાની સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી કે ભજન સંધ્યા માટે ઈંન્દૌર જઈ રહ્યો છું સાથે જ તેમણે ધારાસભ્ય રમેશ મંડોલાનો વિશેષ આભાર માન્યો હતો સાથે જ લોકગાયક કિર્તિદાન ગઢવીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/XiaoYing_Video_1684075093599_HD.mp4

આ પણ વાંચો : ભારત કોહિનૂર અને અન્ય કલાકૃતિઓને પરત લાવવા અભિયાન શરૂ કરશે, દિલ્હીમાં ચાલી રહી છે યોજના

Tags :
AhmedabadCharter PlaneGujarati Folk SingerindoreKirtidan Gadhvi
Next Article