ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચશ્માંના લેન્સને સાફ કરવા માટે અપનાવો આ ટિપ્સ, ચશ્માંના એકદમ નવા જેવા લાગશે

આપણે આવું જ કરીએ છીએ કે બાજુમાં પડેલું કપડું લીધું અને ચશ્માંનો કાચ સાફ કર્યો. આમ કરવાથી ચશ્માંના કાચને નુકસાન અને સ્ક્રેચ થવાનો ડર રહે છે. કદાચ તમે ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો કોઈ પણ કપડાથી ચશ્મા સાફ કરવા લાગે છે અને પછી ફરિયાદ કરે છે કે ચશ્મા પર સ્ક્રેચ પડી ગયા છે.જો તમે પણ આ જ રીતે તમારા આંખના ચશ્મા સાફ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આંખના ચશ્માંના  કાચને પણ સાફ કરવા
11:33 AM Aug 24, 2022 IST | Vipul Pandya
આપણે આવું જ કરીએ છીએ કે બાજુમાં પડેલું કપડું લીધું અને ચશ્માંનો કાચ સાફ કર્યો. આમ કરવાથી ચશ્માંના કાચને નુકસાન અને સ્ક્રેચ થવાનો ડર રહે છે. કદાચ તમે ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો કોઈ પણ કપડાથી ચશ્મા સાફ કરવા લાગે છે અને પછી ફરિયાદ કરે છે કે ચશ્મા પર સ્ક્રેચ પડી ગયા છે.જો તમે પણ આ જ રીતે તમારા આંખના ચશ્મા સાફ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આંખના ચશ્માંના  કાચને પણ સાફ કરવા

આપણે આવું જ કરીએ છીએ કે બાજુમાં પડેલું કપડું લીધું અને ચશ્માંનો કાચ સાફ કર્યો. આમ કરવાથી ચશ્માંના કાચને નુકસાન અને સ્ક્રેચ થવાનો ડર રહે છે. કદાચ તમે ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો કોઈ પણ કપડાથી ચશ્મા સાફ કરવા લાગે છે અને પછી ફરિયાદ કરે છે કે ચશ્મા પર સ્ક્રેચ પડી ગયા છે.

જો તમે પણ આ જ રીતે તમારા આંખના ચશ્મા સાફ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આંખના ચશ્માંના  કાચને પણ સાફ કરવાની એક રીત છે. જો તેને યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો તે વર્ષો સુધી ચશ્માં બગડતા નથી.

 ચશ્માં સાફ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેને ઠંડા પાણીથી ન ધોઈએ. તમે અડધા કપ ગરમ પાણીમાં લિક્વિડ સોપના થોડા ટીપાં મિક્સ કરો. હવે આ સોલ્યુશનને ચશ્માના લેન્સ પર લગાવો. તે પછી તેને સાફ નરમ કપડાથી સાફ કરી લો.

તમે  ચશ્માં સાફ કરવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં થોડું વિનેગર ઉમેરો. આ સોલ્યુશનને સ્પ્રે બોટલમાં ભરો. ત્યારબાદ  ચશ્માના લેન્સ પર સ્પ્રે કરો. આ પછી કોટન અથવા માઈક્રોફાઈબર કપડાથી લૂછી લો.

 ચશ્માં સાફ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે માત્ર ચશ્માના લેન્સ જ નહીં પરંતુ આખા  ચશ્માંને સેનિટાઈઝ કરવા જોઈએ. ચશ્મા પર સેનિટાઈઝર ન લગાવો, તેને તરત જ સાફ કરી લો, નહીં તો ડાઘ રહી જશે. ચશ્મા સાફ કરવા માટે કોઈપણ પ્રકારના ગ્લાસ ક્લીનરનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેનો ઉપયોગ સામાન્ય કાચ સાફ કરવા માટે થાય છે.

Tags :
CleaningTipsEYEGLASSESGujaratFirst
Next Article