ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચમાં વરસાદી માહોલના પગલે જમીનમાં રહેલા સરિસૃપો આવ્યા બહાર, ભયનો માહોલ

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. જોકે, આજે પણ ઘણા એવા જિલ્લા છે કે જ્યા વરસાદ સંતા કૂકડી રમી રહ્યો છે. ત્યારે જે વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે ત્યા ઠંડુ વાતાવરણ થઇ ગયું છે. રાજ્યના ભરૂચ જિલ્લામાંની જો વાત કરીએ તો અહીં છેલ્લા 15 દિવસથી વરસાદી ઝાપટાના પગલે ઠંડક પ્રસરી રહી છે.જમીન ઉપર વરસાદી પાણીના કારણે જમીનની અંદર રહેલા જીવજંતુ બહાર નીકળી રહ્યા છે અને તેમાંય સરીસૃપો બહાર નીકળàª
05:54 AM Jun 30, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. જોકે, આજે પણ ઘણા એવા જિલ્લા છે કે જ્યા વરસાદ સંતા કૂકડી રમી રહ્યો છે. ત્યારે જે વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે ત્યા ઠંડુ વાતાવરણ થઇ ગયું છે. રાજ્યના ભરૂચ જિલ્લામાંની જો વાત કરીએ તો અહીં છેલ્લા 15 દિવસથી વરસાદી ઝાપટાના પગલે ઠંડક પ્રસરી રહી છે.જમીન ઉપર વરસાદી પાણીના કારણે જમીનની અંદર રહેલા જીવજંતુ બહાર નીકળી રહ્યા છે અને તેમાંય સરીસૃપો બહાર નીકળàª
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. જોકે, આજે પણ ઘણા એવા જિલ્લા છે કે જ્યા વરસાદ સંતા કૂકડી રમી રહ્યો છે. ત્યારે જે વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે ત્યા ઠંડુ વાતાવરણ થઇ ગયું છે. રાજ્યના ભરૂચ જિલ્લામાંની જો વાત કરીએ તો અહીં છેલ્લા 15 દિવસથી વરસાદી ઝાપટાના પગલે ઠંડક પ્રસરી રહી છે.
જમીન ઉપર વરસાદી પાણીના કારણે જમીનની અંદર રહેલા જીવજંતુ બહાર નીકળી રહ્યા છે અને તેમાંય સરીસૃપો બહાર નીકળતા લોકોને ડંખ મારવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે સાત વર્ષની બાળકીનું મોત પણ થયું છે. વળી ગઇકાલે એટલે કે, બુધવારે ભરૂચની પુનિત સોસાયટી નજીકથી 6 ફૂટ લાંબો સાપ ઝડપી લેવાયો હતો. ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં વરસાદી માહોલમાં સાપ કરડી લેવાના કારણે 7 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હતું, જ્યારે વાલિયાના એક યુવકને ઝેરી સાપે ડંખ મારતા તેને સિવિલ હોસ્પિટલના તબીબોએ પાંચ દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું હતું. 
મહત્વનું છે કે, ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલના કારણે જમીનમાં રહેલા સરિસૃપો બહાર નીકળી રહ્યા છે. ભરૂચના સીવીલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી તરફ જવાના માર્ગ ઉપર આવેલ પુનીત સોસાયટી નજીકના ઝાડ ઉપર 6થી 7 ફૂટ લાંબો સાપ હોવાની સામે આવ્યું હતું. જેની જાણ મુકેશ વસાવાને થતા તેઓએ સ્થળ ઉપર દોડી આવી બે કલાકના રેસ્ક્યું બાદ સુરક્ષિત રીતે છ ફૂટ લાંબા ધામણ નામના સાપને ઝડપી લઇ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરી હતી. સાપના રેસ્ક્યુ સમયે આજુ-બાજુના વાહન ચાલકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
આ પણ વાંચો - ફરી વખત તંત્રની પોલ ખુલી, રસ્તા પરથી પસાર થઇ રહેલો યુવક એક્ટિવા સાથે ભૂવામાં ગરકાવ, જુઓ વીડિયો
Tags :
BharuchCollectorsOfficeGujaratGujaratFirstSafePlacesnake
Next Article