ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CRPFમાં પહેલીવાર મહિલા કેડરની બે અધિકારીઓને મળ્યો IG રેન્ક

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના ઈતિહાસમાં પહેલીવાર બે મહિલા અધિકારીઓને મહાનિરીક્ષકના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. આઈજી સીમા ધુંડિયા CRPFના બિહાર સેક્ટરના વડા હશે જ્યારે આઈજી એની અબ્રાહમ રેપિડ એક્શન ફોર્સ (RAF)નું નેતૃત્વ કરશે. દેશમાં 3.25 લાખ કર્મિઓવાળા સૌથી મોટા અર્ધસૈનિક દળમાં આ નિયુક્તિ સાથે 35 વર્ષનો લાંબો ઈંતજાર પૂર્ણ થયો છે.CRPFમાં પહેલીવાર વર્ષ 1987માં મહિલા અધિકારી સામેલ થઈ હતà«
06:28 PM Nov 02, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના ઈતિહાસમાં પહેલીવાર બે મહિલા અધિકારીઓને મહાનિરીક્ષકના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. આઈજી સીમા ધુંડિયા CRPFના બિહાર સેક્ટરના વડા હશે જ્યારે આઈજી એની અબ્રાહમ રેપિડ એક્શન ફોર્સ (RAF)નું નેતૃત્વ કરશે. દેશમાં 3.25 લાખ કર્મિઓવાળા સૌથી મોટા અર્ધસૈનિક દળમાં આ નિયુક્તિ સાથે 35 વર્ષનો લાંબો ઈંતજાર પૂર્ણ થયો છે.CRPFમાં પહેલીવાર વર્ષ 1987માં મહિલા અધિકારી સામેલ થઈ હતà«
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના ઈતિહાસમાં પહેલીવાર બે મહિલા અધિકારીઓને મહાનિરીક્ષકના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. આઈજી સીમા ધુંડિયા CRPFના બિહાર સેક્ટરના વડા હશે જ્યારે આઈજી એની અબ્રાહમ રેપિડ એક્શન ફોર્સ (RAF)નું નેતૃત્વ કરશે. દેશમાં 3.25 લાખ કર્મિઓવાળા સૌથી મોટા અર્ધસૈનિક દળમાં આ નિયુક્તિ સાથે 35 વર્ષનો લાંબો ઈંતજાર પૂર્ણ થયો છે.
CRPFમાં પહેલીવાર વર્ષ 1987માં મહિલા અધિકારી સામેલ થઈ હતી. ભારતીય પોલીસ સેવા (IPS)ની મહિલા અધિકારી CRPFના યૂનિટ્સનું નેતૃત્વ કરે છે અને વર્તમાન દળમાં ઓછામાં ઓછા ત્રણ એવા અધિકારી છે.
એવું પહેલીવાર બનશે જ્યારે RAFનું નેતૃત્વ કોઈ મહિલા IG કરશે. એક આઈજી  CRPFમાં સેક્ટરના વડા હોય છે. બંને અધિકારી વર્ષ 1987માં મહિલા અધિકારીઓની પહેલી બેંચ તરીરે અર્ધ સૈનિક દળમાં સામેલ થઈ હતી.
બંને અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક, સરાહનિય સેવા માટે પોલીસ ચંદ્રક અને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમ્માનો સાથે અતિ ઉત્કૃટ સેવા પદકથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - બ્રિટનના સૌથી યુવા PM ઋષિ સુનક નિયમિત રીતે કરે છે વર્ક આઉટ, ડાયેટ પ્લાન પણ છે ખુબજ ચુસ્ત
Tags :
CRPFGujaratFirstInspectorGeneralRAFWomanOfficers
Next Article